સુરતમાં બુટલેગરોને નથી રહ્યો ખાખીનો ડર: રાત્રી કર્ફ્યૂમાં જાહેરમાં કેક કાપીને કાયદાના ઉડાડ્યા ધજાગરા

સુરતમાં જાણે કાયદાનો કે કોરોનાનો કોઈને ભય જ ન હોય તેવું લઈ રહ્યું છે. જાહેરમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને પાર્ટી અરવી અથવા મહેફિલ જમ્વવી જેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક કાપીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે.

કોરોના સંક્રમણ વચ્ચે હાલ રાત્રિ કર્ફૂયુ છે સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં. તેમ છતાં બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. જેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.

જાણવા મળ્યું છે કે, વીડિયોમાં દેખાતો યુવક હેમંત પિયા ઉર્ફે માંજરો છે. આ ઉપરાંત ભાઠેના વિસ્તારમાં આ યુવાન દારૂનો ધંધો કરતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. દારૂનો ધંધો કરતો યુવાનને કાયદાનો કોઈ પણ ડર ન હોય તે રીતે જન્મદિવસની ઉજવણી કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, માંજરો પર્વત પાટિયા શિવ ટાઉનશિપમાં રહે છે.

બુટલેગરનો ધંધો કરતો હેમંત જેવા અનેક યુવાનોના જન્મદિવસના ઉજવણીના વીડિયો વાઈરલ થતા રહે છે. આ દરમિયાન સુરત પોલીસ દ્વારા આવા યુવકો સામે સખ્તાઈપૂર્વકના પગલાં પણ લેવામાં આવે છે. ગુના દાખલ કરીને ધરપકડ પણ કરવામાં આવે છે. આવા તત્વો આસાનીથી છૂટી જતા હોવાથી આવા ઈસમો વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *