હરિદ્વારમાં જ્વાલાપુર વિધાનસભાના ધારાસભ્ય સુરેશ રાઠોડ પાસે અશ્લીલ વીડિયો ચલાવવાની આડમાં પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં પૈસા નહિ મળવા બદલ છવી ખરાબ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
અશ્લીલ વીડિયોના ડરથી હરિદ્વાર જિલ્લાના જ્વાલાપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય સુરેશ રાઠોડને બ્લેકમેલ કરવા બદલ પોલીસ દ્વારા મહિલા નેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ મહિલાને ભાજપની નેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ધરપકડ કરાયેલા 4 માંથી 3 પત્રકાર છે. આ સંદર્ભે ધારાસભ્યએ જ્વાલાપુર કોટવાલીમાં એક અરજી આપી છે કે કેટલાક લોકો વીડિયો કરવાની ધમકી આપીને પૈસાની માંગ કરે છે.
ધારાસભ્યની ફરિયાદના આધારે જ્વાલાપુર પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે અને તમામ સંબંધિત કલમો હેઠળ જેલ મોકલમાં આવ્યા છે. જ્વાલાપુર ભાજપના ધારાસભ્ય સાથે સંકળાયેલા હોવાને કારણે અને હાઈપ્રોફાઈલ હોવાને કારણે પોલીસ ખુબ જ ચેતીને આ અંગે પગલા લે છે. પકડાયેલા આરોપીમાં વિજેન્દ્ર અને સુરખા દેવી બહાદરાબાદ અને સહારનપુરના સતીશદાસ અને સુખરામ દાસ ગાગાલ હેડી અને રુક્ડીના રણવીર ગૌતમ બેલડા છે.
એસપી સિટી કમલેશ ઉપાધ્યાયનું કહેવું છે કે જવલાપુર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય દ્વારા આ અરજી આપવામાં આવી હતી કે, કેટલાક લોકો પૈસા માંગી રહ્યા છે. જેથી પોલીસ દ્વારા કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. પુરાવાના આધારે, તેમાં ચાર નામાંકિત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે અને તથ્યો બહાર આવતાંની સાથે જ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.