સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. ત્યારે બધી મહામારી વચ્ચે બાળકોમાં નવો રોગ જોવા મળી રહ્યો છે.
કોરોના હજુ પૂર્ણ નથી થયો ત્યાતો હવે બાળકોમાં એક નવો રોગ જોવા મળ્યો છે. અત્યારસુધી તો આ રોગ માત્રને માત્ર અભ્યાસમાં આવતો અને એક લાખ બાળકોની સંખ્યાએ એક બાળકમાં જ આ જોવા મળતો હતો. ત્યારે રાજકોટ શહેરમાં 100 કરતા વધુ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટની સિવિલ હોસ્પીટલમાં જ 12 બાળકોએ સારવાર લીધી છે.
આ પ્રકારના લક્ષણો જોવા માળે છે:
બાળકોની દાણા નીકળવા, જીભ લાલ થવી, આંખો લાલ થવી, સોજા આવવા સાથે પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવવાની શરૂઆત થવી. ત્યારે ડોક્ટરોએ અલગ અલગ પ્રકારના રીપોર્ટના આધારે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C) હોવાનું નિદાન કરવામાં આવ્યું છે. ડોક્ટર રાકેશ ગામીના કહ્યા અનુસાર આ રોગને પીડિયાટ્રિક મલ્ટીસિસ્ટમ ઈન્ફલામેન્ટરી સિન્ડ્રોમ(PIMS) તરીકે પણ ઓળખવામાં આવે છે. કોરોનથી સાજા થયા બાદ 4 થી 6 અઠવાડિયામાં અમુક બાળકોમાં આ પ્રકારનો રોગ જોવા મળ્યો છે.
એન્ટિબોડી રક્ષણ કરવાની જગ્યાએ નુકસાન કરે છે:
કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં એન્ટીબોડી બને છે. જેને લીધે બાળકોમાં આ એન્ટીબોડી હાઈપર શરુ થવાને કારણે દરેક કોષ પર તે અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાની જગ્યાએ તે નુકસાન કરે છે. જેને લીધે સતત તાવ આવવો, ઝાડા-ઉલટી થવી, જીભ, આંખ અને હોઠ લાલ થઇ જાય છે. જેને લીધે બાળકોમાં આ પ્રકારનું નિદાન કરવા માટે કોરોનાના એન્ટિબોડી ટેસ્ટ, ફેરિટિન, સીબીસી, ડી-ડાઈમર, એલડીએચની સાથે ઈન્ફ્લામેન્ટરી માર્કરના રિપોર્ટ અને બાળકોમાં અન્ય કોઈ બીજી ગંભીર બીમારી નથી તેમની માહિતી મેળવીને MIS-C નું નિદાન થાય છે. આ રોગની રાજકોટ શહેરમાં 100 કરતા પણ વધુ દર્દીઓની સારવાર થઇ ચુકી હોય તેવું ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું છે.
કોરોના ન થયો હોવા છતાં પણ એન્ટીબોડી પોઝીટીવ નીકળ્યા:
ડોકટર રાકેશ ગમીએ જણાવતા કહ્યું છે કે, આ રોગની સારવાર માટે સૌ પ્રથમ કોરોના એન્ટીબોડી ટેસ્ટ કરવમ આવે છે જેથી ખબર પડે કે તેમણે અગાઉ કોરોના થયો હતો કે નહી. મેડીકલ હિસ્ટ્રી દરમિયાન માતા પિતાને પૂછતા 50% એવા હતા જેમના બાળકોને કોરોના થયો નહોતો. પણ તેમના એન્ટીબોડી ટેસ્ટમાં પોઝીટીવ નીકળ્યા હતા. 5 થી 15 વર્ષના બાળકોમાં MIS-Cનું પ્રમાણ એ પણ સૂચવે છે કે, બાળકો બહાર રમે છે જેને લીધે તેમણે કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય. MIS-Cને કારણે સર્જાતી મુશ્કેલીઓ:
- ત્રણ દિવસ સુધી સતત તાવ આવવો.
- ઝાડા-ઊલટી થવી.
- હાથ-પગમાં સોજા આવવા.
- પેટમાં પાણી ભરાય જવું.
- લિવર પર સોજો આવી જવો.
- બ્લડપ્રેશર પણ ઘટી જાય છે.
- આંખ, હોઠ, જીભ પણ લાલ થઈ જાય છે.
- શરીરના અંગો પર ચકમા અને દાણા દેખાય છે.
સારવાર માટેના ઉપાય:
આઈજી – આઈવી, એન્ટિબાયોટિક, ઓછી માત્રામાં સ્ટિરોઈડ લેવા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.