અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર ‘પહેલી જુલાઇએ ઉત્તર પ્રદેશના રામપુરના ધોરણ-2માં અભ્યાસ કરતાં 8 વર્ષનાં બાળકને તેની માતા હાંફળી ફાંફળી સિવિલમાં લઇને આવી.
સિસોટીની વચ્ચેનો પ્લાસ્ટિકનો ભાગ તેની શ્વાસનળીમાં ઉતરી ગયો
માતાની ફરિયાદ હતી કે, પાંચ દિવસથી બાળકની શ્વાસનળીમાં કંઇક ફસાયું છે અને તે ઊંડો શ્વાસ લે ત્યારે સીસોટી વાગે છે. બાળકની હિસ્ટ્રી જોતા ખબર પડી કે, ચાર-પાંચ દિવસ પહેલાં બાળક સિસોટી વગાડતો હતો અને બહારને બદલે અંદર ઉંડો શ્વાસ ખેંચતાં સિસોટીની વચ્ચેનો પ્લાસ્ટિકનો ભાગ તેની શ્વાસનળીમાં ઉતરી ગયો હતો. સિટી સ્કેન બાદ વિડિયો બ્રોન્કોસ્કોપી કરતાં સીસોટી ફેફસાંની જમણી શ્વાસનળીમાં ફસાયાનું પકડાયું હતું. શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા માટે ખાસ પ્રકારના ઓપ્ટિકલ ફોરસેપને ગળામાંથી ફેફસા સુધી અંદર ઉતારવામાં આવ્યા હતા. ટીવી સ્ક્રીન પર જોતા જોતા સિસોટીનો ફસાયેલો ભાગ બહાર કાઢ્યો હતો.
એનેસ્થેસિયા આપી વિનામૂલ્યે ઓપરેશન કર્યું
બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેની માતા લખનૌ સરકારી હોસ્પિટલમાં ગઈ હતી પરંતુ કોઈ ઈલાજ ન થતાં માતા ગભરાઇ ગઇ હતી. તેનો પતિ જોર્ડનમાં કામ કરે છે, અને એકલી માતા પાંચ બાળકોને ઉછેરે છે. અંતે એનેસ્થેસિયા આપી વિનામૂલ્યે ઓપરેશન કર્યું. એક સગાંએ માહિતી આપતાં મહિલા અમદાવાદ આવી હતી.
સિટી સ્કેન કરી સિસોટી ચોક્કસ ક્યાં ફસાઈ હતી તે નક્કી કરાયું
રમતાં-રમતાં બાળકે ઊંડો શ્વાસ લેતાં સિસોટીની અંદરનો ભાગ ફેફસાંની જમણી બાજુની નળીમાં ફસાઈ ગયો હતો. સિવિલના ડોક્ટરોએ સિટી સ્કેનમાં ફસાયેલી સિસોટી સ્પષ્ટ દેખાતી હતી.
વીડિયો બ્રોન્કોસ્કોપીમાં ખબર પડી
ડોક્ટરે વીડિયો બ્રોન્કોસ્કોપી કરી શ્વાસનળીમાં ચોક્કસ કઈ જગ્યાએ સિસોટી ફસાઈ હતી તેની માહિતી મેળવી. એ પછી ટીવી સ્ક્રીનમાં જોઈ ઓપ્ટિકલ ફોરસેપની મદદથી સિસોટી બહાર કાઢવામાં આવી.
એક વેઢા જેટલી હતી સિસોટી
ડોક્ટરોએ વીડિયો બ્રોન્કોસ્કોપ આગળ લાગેલા ઓપ્ટિકલ ફોરસેપને ગળામાંથી ફેફસાંના મુખ સુધી ઉતારી ફસાયેલી સિસોટી બહાર કાઢી હતી. આ સિસોટી લગભગ આંગળીના એક વેઢા જેટલી લાંબી હતી.
સિસોટી મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ હોત તો શ્વાસ રૂંધાયો હોત
શ્વાસની કોમન નળીમાં કોઈ વસ્તુ ફસાય તો ફેફસાને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને બાળકનું મોત થઈ શકે છે. મોટેભાગે શ્વાસમાં ઉતરતી વસ્તુઓની સાઇઝ નાની હોવાથી તે જમણા કે ડાબા ફેફસાની શ્વાસનળીમાં ફસાઇ જતી હોય છે. ફેફસાંની ડાબી કે જમણી બાજુ ફસાયેલી વસ્તુ હોસ્પિટલમાં સર્જરી મારફતે કાઢી શકાય છે. પરંતુ જો વસ્તુ મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ હોય તો બાળકનો શ્વાસ રુંધાય છે અને મૃત્યુ થાય છે.
બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં
સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરનાં જણાવ્યા અનુસાર બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું નહીં.
લખનઉના ડોક્ટરોએ એનેસ્થેશિયાની ના પાડી હતી
દર્દી ફૈઝની બહેન નાઝિયા અન્સારીનાં જણાવ્યા અનુસાર લખનઉની સરકારી હોસ્પિટલનાં ડોકટરોએ મારા ભાઇને એનેસ્થેશિયા આપવાથી તેનો શ્વાસ પાછો ન પણ આવે તેમ કહેતા મારી માતા ભાંગી પડી હતી. માતાને એવું થઇ ગયું હતું કે મારો ભાઇ હવે બચશે જ નહિ. પરંતુ, અમે છેલ્લાં 8 વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ તેથી સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાની જાણ હોવાથી માતાને ભાઇ ફૈઝને લઇને અમદાવાદમાં સારૂ થઇ જશે તેવો વિશ્વાસ આપતાં અમદાવાદમાં આવી હતી.જ્યાં સફળ સર્જરી થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.