આજકાલ ચોરીની ઘટના સતત વધી રહી છે. ઘણી અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવતી હોય છે. જયારે સુરતમાં લાંબા સમયથી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓ સુરત પોલીસ માટે માથાના દુ:ખાવા રૂપ સાબિત થઈ રહી છે. આ દરમિયાન શહેરના ઉધના વિસ્તારમાં જયારે એક વ્યક્તિ ઘરમાં સૂતો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને મોબાઇલની ચોરી કરી છે.
આ મોબાઇલ ચોરીનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ઘટના શનિવારે એટલે કે 5મી જૂનની બપોરે 1:50 વાગ્યાની છે. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે, ઘરમાંથી મોબાઇલ ચોરી કરવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના પરથી એ સાબિત થાય છે કે, મોબાઈલ તસ્કરોનો સુરતમાં કેટલી હદે આંતક છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ મોબાઇલ ચોરોને પકડવામાં પોલીસને કેટલી સફળતા મળે છે. નોંધનીય છે કે, અસામાજિક તત્વો દાદાગીરી સાથે લોકોને લૂંટી રહ્યા છે.
સુરત: ઘરમાં સુતેલા વ્યક્તિના ઘરમાંથી ચોરે આ રીતે કરી મોબાઈલની ચોરી pic.twitter.com/n9BAcZa0uC
— Trishul News (@TrishulNews) June 8, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.