હાલ ભારતમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. 4મે થી પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ફક્ત 23 દિવસમાં જ સતત 5-53 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ દરમિયાન ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટર 9.97 રૂપિયાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તે દેશો વિશે કહીશું જ્યાં પેટ્રોલ સૌથી સસ્તુ છે અને તેની કિંમત એટલી છે કે તેટલા પૈસામાં તમે ઘણી બધી ચોકલેટો ખરીદી શકો છો. ચાલો અમે તમને દુનિયાના એવા દેશ વિશે જણાવીએ કે, જ્યાં પેટ્રોલની કિંમત એક રૂપિયાથી ઓછી હોય છે.
વેનેઝુએલા એ વિશ્વનો એવો દેશ છે જ્યાં તમે ભારતીય ચલણમાં માત્ર 21 પૈસા આપીને એક લિટર પેટ્રોલ ખરીદી શકો છો. વેબસાઇટ ww.globalpetrolprices.com મુજબ વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 0.02 ડોલર છે અને ડીઝલ 0 ડોલર પર વેચાય છે. જણાવી દઈએ કે, વેનેઝુએલાના ચલણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 5000 બોલીવર છે.
જો તમે ભારતીય રૂપિયામાં 0.02 ડોલરની ગણતરી કરો છો, તો આ કિંમત ફક્ત 1.45 રૂપિયા આવે છે. પરંતુ જો આપણે ભારતીય ચલણની તુલના વોલિવિયન બોલીવર સાથે કરીએ તો આ ભાવ પ્રતિ લિટરમાં માત્ર 21 પૈસા છે. કારણ કે, હાલમાં 23733.95 બોલીવર એક ભારતીય રૂપિયામાં આવે છે.
પેટ્રોલનો ભાવ હાલમાં વિશ્વમાં સૌથી નીચો વેનેઝુએલામાં છે. જાણવા મળ્યું છે કે, વેનેઝુએલામાં, પેટ્રોલની કિંમત ઘણી વખત પાણીની બોટલની કિંમત કરતા ઓછી હોય છે. વેનેઝુએલા એક સમયે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. દક્ષિણ અમેરિકાના ઉત્તરમાં સ્થાયી થયેલા આ દેશનું નામ આવતાની સાથે જ તે દેશની તસવીર લોકોના મનમાં આવી જાય છે. આ દેશ ક્રૂડ તેલની નિકાસમાં પણ ટોચ પર છે. હાલમાં દેશની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કુદરતી સંસાધનોથી સંપન્ન હોવા છતાં, આજે આ દેશના મોટાભાગના લોકો ભોજન પણ મળી રહેતું નથી.
ત્યારબાદ સસ્તું પેટ્રોલ વેચવામાં વેનેઝુએલા પછી ઇરાન આવે છે. અહી પેટ્રોલ 4.49 પૈસા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. તે પછી એંગોલા છે જ્યાં પેટ્રોલ લિટર દીઠ 17.82 રૂપિયા પર વેચાઇ રહ્યું છે. આ ઉપરાંત સસ્તું પેટ્રોલ વેચવાના મામલે અલ્જેરિયા ચોથા નંબર પર છે. હાલમાં અહીં પેટ્રોલ 25.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જણાવી દઈએ કે, સસ્તા પેટ્રોલના વેચાણમાં કુવૈત પાંચમા ક્રમે છે અને હાલમાં તે અહીં પ્રતિ લિટર 25.25 રૂપિયા પર વેચાય છે.
ઉપરાંત આ સૂચિમાં સુદાનનું નામ પણ છે અને દેશમાં પેટ્રોલની કિંમત 24 રૂપિયા પ્રતિ લિટર છે. જાણવા મળ્યું છે કે, સુદાનની અર્થવ્યવસ્થા તેલના ઉત્પાદન પર આધારિત છે. દેશનો નિકાસ ઉદ્યોગ તેલના વ્યવસાય પર નિર્ભર છે. સુદાને વર્ષ 1999થી તેલની નિકાસ શરૂ કરી હતી. એ જ રીતે ઇક્વાડોરમાં પણ પેટ્રોલ 26 રૂપિયા પ્રતિ લિટર છે અને આ દેશની અર્થવ્યવસ્થા પણ તેલના નિકાસ પર આધારીત છે. આ ઉપરાંત એક્વાડોર પાસે હાલમાં ત્રણ ક્રૂડ ઓઇલ રિફાઈનરીઓ તેમજ ડિસ્ટિલેશન પ્લાન્ટસ હોવાનું પણ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.