જમીનમાં સમાઈ ગયેલી કારને કાઢવામાં આવી બહાર તો થઇ હતી એવી હાલત કે આંખોને વિશ્વાસ નહી આવે- જુઓ વિડીઓ

મુંબઈમાં હાલમાં ખુબ જ વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ઘણા સ્થળોએ લાંબા ટ્રાફિક જામ થઇ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ લોકોને ઘર છોડવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે આ મુશ્કેલ સમયમાં ઘાટકોપર વિસ્તારના એક વીડિયોએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. વીડિયોમાં એક કાર જમીનમાં ઘસી ગઈ હતી. જેણે પણ તે વીડિયો જોયો તે સ્તબ્ધ થઈ ગયા. ખુબ મહેનત બાદ હવે આજે કારને બહાર કાઢવામાં આવી.

સ્થાનિક વહીવટીતંત્રે પહેલા બે વોટર પમ્પ દ્વારા કૂવામાંથી પાણી બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ મોટા ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર 12 કલાક સુધી તે કૂવામાં અટવાઈ ગઈ હતી અને વહીવટીતંત્ર દ્વારા માંડ માંડ કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોઈ અધિકારીએ કૂવામાં જઈને કારને દોરડાથી બાંધી હતી. ત્યારબાદ કારને ક્રેનથી બહાર ખેચવામાં આવી.

સમગ્ર ઘટનાને લઈને ઘણા સવાલો ઉદભવવા લાગ્યા હતા. ત્યારે બીએમસીએ સ્પષ્ટ જાણકારી આપતા કહ્યું હતું કે, આ ઘટના સાથે તેમને કઈ પણ લેવા દેવા નથી. આ ઘટના ઘાટકોપર વિસ્તારમાં ખાનગી સોસાયટીની છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે કાર આ રીતે રોડની અંદર કેવી ફીટ થઈ શકે? હવે જવાબ પણ સામે આવી ગયો છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘાટકોપરના તે વિસ્તારમાં 100 વર્ષ જૂનો કૂવો હતો.

કારના માલિક ડો. કિરણ દોશીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હ્યુન્ડાઇએ 10 લાખ રૂપિયામાં વેન્યૂ કાર ખરીદી હતી. તેમાં વીમો પણ હતો. જો કે કારની હાલત હવે એવી થઈ ગઈ છે કે તેની મરામત કરી શકાતી નથી. ડો.દોશી કહે છે કે હવે આ કાર ભંગારમાં આપવી પડશે.

ડો.ડોશીએ જણાવ્યું કે સવારે આઠ વાગ્યાની આસપાસ કાર સાફ કરવા આવેલા છોકરાએ કહ્યું કે તમારી કાર જમીનમાં ઘસડવા લાગી છે જલ્દી આવો. અમે નીચે પહોંચ્યા અને ફોટા લઈ રહ્યા હતા જ્યારે કાર અમારી આંખો સામે જમીનમાં જ સમાઈ ગઈ. તેણે કહ્યું કે કૂવો 100-150 વર્ષ જૂનો છે. દરેક લોકો ત્યાં ગાડી પાર્ક કરતા હતા. જેને લઈને કોઈ સમસ્યા નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *