આ સમગ્ર કહાની સાંભળીને તમે રડી પડશો. એક દીકરી રાહ જોઈ રહી છે કે ક્યારે પોતાના પિતા ખાટલામાંથી ઉભા થાય. તેમના પિતા છેલ્લા 4 વર્ષથી બીમારીનો ભોગ બનીને ખાટલામાં પડ્યા છે.
પિતાને કુલ 3 બાળકો છે. પરિવારમાં હાલ કોઈ અન્ય કમાવવા વાળું નથી. બાળકોના મામા બાળકો માટે એક જોડી કપડા બનાવીને આપે છે અને આખા વર્ષ દરમિયાન બાળકો એ જ કપડા પહેરે છે. ઘરમાં જે પણ બને તે વસ્તુ કોઈ પણ આનાકાની કર્યા વગર ખાઈ લે છે.
સતત 4 વર્ષથી ખાટલા પર પડ્યા હોવાને કારણે તેમનું દેવું પણ વધી ગયું છે. હાલમાં તેમની પાસે એક ઘર છે. જે ઘરમાં જેમાં તે 3 બાળકો સાથે અને 1 મા સાથે રહે છે. ત્રણેય બાળકો ખુબ જ સમજદાર છે.
તેમના ગામમાં કોઈ ફેરિયાવાળો આવે તો પણ તે ક્યારેય જીદ કરતા નથી કે પપ્પા અમને લઇ આપો. પરંતુ પાડોશી લોકો બાળકો પર દયા આવતા તેમને નવી નવી વસ્તુઓ તેમને લઇ આપે છે. પપ્પાના હાથ પગ કઈ કામ કરી શકે તેમ નથી તેવી હાલતમાં છે.
આ સમગ્ર પરીવાર ફૈજાબાદના એક નાનકડા ગામમાં રહે છે. તેમના ઘરે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે તેના દ્વારા તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ઘરમાં સાથે બાળકોની દાદી પણ રહે છે અને તે બાળકો અને આ ભાઈને જમવાનું બનાવીને ખવડાવે પણ છે.
દાદીમાની બંને આંખોમાં મોતિય છે અને તે સરખું જોઈ શકતું નથી અને પૈસા ન હોવાને કારણે તેઓ પોતાનું મોતિયાનું ઓપરેશન પણ નથી કરવી શકતા. જયારે છોકરાઓના મામા કોઈકવાર કપડા અને પૈસા મોકલી આપે છે.
અગાઉ જયારે આ ભાઈ સાજા હતા ત્યારે દિવસ દરમિયાન 400 રૂપિયાની કમાણી કરતા હતા પરંતુ હવે કોઈ પણ પ્રકારની આવક નથી. બાળકોના પિતા કહે છે કે મને શરમ આવે છે કે મારા બાળકોને આજે આવા ખરાબ દિવસો જોવા પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.