‘જાકો રાકે સૈયાં મારને ના કોયે’ તમે આ કહેવત સાંભળી જ હશે, આ ફરી એકવાર સાચી સાબિત થઈ છે કારણ કે ગાજુપિરમાં ગંગામાં એક બંધ બોક્સ વહેતો જોવા મળ્યો હતો. જ્યારે લોકોએ બોક્સ ખોલ્યો, ત્યારે દરેકની આંખો ફાટી ગઈ હતી કારણ કે તેમાં એક નવજાત બાળકી હતી જે શ્વાસ લેતી હતી.
ગંગામાં વહેતા નવજાત શિશુની બંધ બોક્સમાં દેવતાઓની તસવીર સાથે મળ્યું હતું, ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ચર્ચાનો વિષય બની છે. ગંગા નદીના કાંઠે દાદરીઘાટનો રહેવાસી ગુલ્લુ ચૌધરી મલ્લાહને ગંગામાં લાકડાનું બોક્સ વહેતું મળ્યું, જ્યારે તેણે તે ખોલીને જોયું તો તેમાં એક સુંદર નવજાત બાળકી રડતી હતી, જેને ચુંદડી લપેટી હતી. તે બોક્સમાં દરેક જગ્યાએ દેવ-દેવીઓના ચિત્રો હતા.
ગુલ્લુ ચૌધરી તેને ઘરે લઈ આવ્યો હતો અને આ દરમિયાન કેટલાક લોકોએ તેમના મોબાઇલ પરથી બાળકીની તસવીર લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ગુલ્લુ ચૌધરીના ઘરે પહોંચી અને નવજાત બાળકીને કોતવાલી લઈ આવી હતી. જો કે આ દરમિયાન ગુલ્લુ ચૌધરી અને તેનો પરિવાર નવજાત બાળકીને ગંગાની અમાનત તરીકે ઉછેરવાના આગ્રહ પર અડગ રહ્યા.
ગુલ્લુ ચૌધરીની બહેન સોનીએ જણાવ્યું હતું કે, તેના ભાઈને આ નવજાત શિશુ ગંગા નદીના કાંઠે આવેલા એક ડબ્બામાં મળી હતી અને દેવતાઓના ચિત્રોથી ચૂનારીમાં લપેટી હતી. બોક્સમાં બાળકીની કુંડળી પણ હતી.
તેમણે કહ્યું કે, કુંડળી મુજબ તેનું નામ ગંગા છે અને જન્મ તારીખ 25 મે છે એટલે કે, તેની ઉંમર માત્ર ત્રણ અઠવાડિયા છે. આ ઘટના વિશે માહિતી આપતાં ગુલ્લુ ચૌધરીએ કહ્યું કે, તે ગંગામાં નાવિક તરીકે કામ કરે છે.
તેમણે કહ્યું કે, રવિવારે જ્યારે તે ગંગા કિનારે એક બાળકીનો રડતો અવાજ સાંભળ્યો ત્યારે તેણે લાકડાના બોક્સમાં એક બાળકીનો રડતી હતી. નવજાત બાળકને પૂજા માટે ઉપયોગમાં લેવાટી ચુનારીમાં લપેટીને બોક્સમાં રાખી હતી, અને બોક્સમાં તેની આસપાસ દેવ-દેવીઓનાં ચિત્રો હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં તે તંત્ર મંત્ર અને સાધના સાથે જોડાયેલી બાબત હોવાનું જણાય છે કારણ કે, આ છોકરી અને તેની કુંડળી સાથે પૂજા સામગ્રીમાં ગંગા નામ લખાયેલું છે. આ સાથે જન્મ તારીખ પણ લખેલી છે.
નિષ્ણાંતોના મતે, અંધશ્રદ્ધાને લીધે લોકો તાંત્રિક વિધિ પૂર્ણ કરવા માટે ગંગામાં નવજાત બાળકોને જીવંત પધરાવી સિધ્ધિ પ્રાપ્ત કરવાની અમાનવીય પદ્ધતિ અપનાવે છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, બાળકીની મેડિકલ તપાસ કર્યા બાદ તેના પરિવારજનોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.