ભારતમાં આગામી 6-8 અઠવાડિયામાં કોરોના વાયરસની ત્રીજી લહર જોવા મળી શકે છે. એમ્સના વડા ડો.રણદીપ ગુલેરિયાએ આ આશંકા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ સૂચવ્યું છે કે. ત્રીજી લહેરથી ‘બચી નહી શકાય’. માર્ચના અંતમાં શરૂ થયેલા લોકડાઉનનાં તબક્કા પછી, દેશના ઘણા ભાગોમાં અનલોકની પ્રક્રિયા ચાલુ છે. જો કે, નિષ્ણાતોએ થોડા સમય પહેલા ત્રીજી લહેર વિશે ચેતવણી જારી કરી હતી.
ડો.રણદીપ ગુલેરિયાએ વાતચીતમાં કહ્યું કે, ‘હવે અમે અનલોક કરવાનું શરૂ કર્યું છે, તો ફરીથી કોવિડ સંબંધિત વર્તણૂકનો અભાવ છે. એવું લાગતું નથી કે, પ્રથમ અને બીજી લહેર વચ્ચે જે બન્યું તેનાથી આપણે કંઇપણ શીખ્યા છે. ભીડ ફરીથી ભેગી થવા માંડી છે. લોકો એકઠા થઈ રહ્યા છે. પરંતુ આવનારા 6 થી 8 અઠવાડિયામાં થઈ શકે છે, અથવા કદાચ થોડો સમય વધારે લેશે. તેમણે કહ્યું, ‘તે એ વાત પર નિર્ભર થઇ છે કે આપડે કોવિડ સંબંધિત વર્તનને આપણે કેવી રીતે સંભાળી રહ્યા છીએ અને ભીડને ટાળી રહ્યા છીએ’.
સૂત્રો દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં અંદાજિત સમય પહેલા આવી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા રચાયેલી નિષ્ણાતોની સમિતિએ આ માહિતી આપી હતી. નિષ્ણાંતોએ કહ્યું હતું કે, રાજ્યના ઘણા ભાગોમાં રાહત જોવાયા બાદ ભીડ જોવા મળી છે. આવી સ્થિતિમાં, કેસોની સંખ્યા ઝડપથી વધી શકે છે. અહેવાલો અનુસાર, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, ત્રીજી લહેરની ટોચ પર રાજ્યમાં આઠ લાખ સક્રિય કેસ હોઈ શકે છે.
અહેવાલમાં રોઇટર્સના સર્વેને ટાંકીને જણાવ્યું છે કે, દેશમાં ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવી શકે છે. આ સર્વેમાં વિશ્વના 40 નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિક, વાઈરોલોજિસ્ટ્સ, રોગચાળાના નિષ્ણાંતો અને પ્રોફેસરો પાસેથી માહિતી મેળવી હતી. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ત્યાં સુધીમાં વધુને વધુ લોકોને રસી આપીને લહેરને નિયંત્રિત કરી શકાય છે. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે, બીજા લહેરની તુલનામાં સંભવિત ત્રીજી લહેરમાં કેસ ઓછા છે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં બાળકોને ઉચ્ચ સેરો-પોઝિટિવિટી હોવાનું જાણવા મળ્યું છે. આને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્રીજી લહેર બાળકોને વધારે અસર કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.