આજે આપણો દેશ સરહદ પર રક્ષા કરી રહેલા સૈનિકોના લીધે સુરક્ષિત છે. જે લોકો આર્મીમાં પોતાની સેવા આપે છે. તે પોતાના જીવની ચિંતા કર્યા વગળ દેશની સેવા કરે છે. જે લોકો આર્મીમાં પોતાની સેવા આપતા હોય તેમના પરિવાર માટે આ વાત ખુબ જ ગર્વની હોય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા ગુજરાતના એક ગામમાંથી સામે આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, એક ભરતભાઈ નામના જવાન આર્મીમાં પોતાની 17 વર્ષી સેવા પુરી કરીને રિટાયર્ડ થઈને ઘરે પરત ફરી રહયા હતા. જે દિવસે ભરતભાઈ પોતાની ફરજ પુરી કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા તે દિવસે તેમના ગામના યુવાનો DJ અને રાષ્ટ્રધ્વજ લઈને તેમનું સામૈયું કરવા બસ સ્ટ્રેશન સુધી આવી પહોચ્યા હતા.
ત્યારબાદ બસ સ્ટેશનથી તેમને એક હીરોની જેમ ઓપન જીપમાં અને તેમની આગળ આગળ DJના તાલે ગામના યુવકો વાજતે-ગાજતે ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા ગામ માટે આ એક અનેરો અવસર હતો. આ ઉપરાંત ગામમાં પહોંચ્યા એટલે તેમનું આરતી કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમને ગામના મંદિરે દર્શન કરવા માટે લઇ જવામાં આવ્યા હતા. આખું ગામ ખુબ જ ખુશ હતું. ગામના વડીલો દ્વારા ભરતભાઈના સન્માનમાં થોડું પ્રવચન આપવામાં આવ્યું હતું. પોતાના ગામના એક યુવાનને દેશની સેવા કરીને પરત ફરી રહ્યો હતો માટે આખા ગામ માટે આ એક ગર્વની વાત હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.