ભણતરનું મહત્વ: સામાન્ય મિલ કામદારનો એક પુત્ર સ્પેનમાં વૈજ્ઞાનિક, બીજો સ્કૂલમાં પ્રિન્સિપાલ અને દીકરી શિક્ષિકા

આજે નિવૃત્ત જીવન જીવતા જશભાઇ મણીભાઇ મકવાણા નડિયાદના સલુણ ગામે રહે છે. તેમણે ખૂબ મહેનત કરીને ત્રણ સંતાનોને ઉજ્જવળ કારકિર્દી આપી છે. તેમનો વચલો દીકરો રજનીકાંત મકવાણા વિશ્વની ત્રીજા નંબરની સ્પેનમાં આવેલ સાલામનકા યુનિવર્સિટીમાં ન્યુક્લિયર રિએક્શનના અભ્યાસ માટે ફેલોશીપ હેઠળ કામગીરી કરી રહ્યો છે. સમગ્ર દેશમાંથી આ સિદ્ધિ હાંસલ કરનાર રજની એકમાત્ર વૈજ્ઞાનિક છે.

આજે વિશ્વ પિતા દિને પિતા જશભાઇએ જણાવ્યું કે, પરિવારની જવાબદારીઓને કારણે તેઓ 18 વર્ષની ઉંમરથી જ મીલમાં કામ કરતા હતા. પરંતુ સંતાનોને સારો અભ્યાસ મળે તે માટે તેઓએ રૂપિયા 1,200 ના પગારમાં થી રૂપિયા 500 ઘર ખર્ચમાં અને બાકીના રૂપિયા ત્રણ સંતાનોનાં અભ્યાસ પાછળ ખર્ચતા હતા.

તેમના ઘેર ગાય-ભેંસ પણ હતી. પરંતુ સંતાનોનાં અભ્યાસ પાછળ પત્ની ધ્યાન આપી શકે તે માટે તેમને ગાયો-ભેસો પણ વેચી દીધી હતી. ત્યાંથી આવેલા રૂપિયા પણ સંતાનોનાં અભ્યાસ પાછળ ખર્ચ કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપ આજે રજની સ્પેનની યુનિવર્સીટીમાં સાયન્ટિસ્ટ છે. સૌથી મોટો દીકરો મુકેશ મકવાણા સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે, અને દીકરી પણ સુરતની શાળામાં શિક્ષિકા છે.

જશભાઇએ જણાવ્યું કે, ધો.12માં રજનીના સારા માર્ક્સ હતા તેથી તે ડોક્ટર બનાવવો હતો, ફી ભરવા માટે રૂપિયાની જરૂર પડતા બેંકમાં અરજી કરી. બેંકવાળાઓએ મારો 1200 રૂપિયાનો ટૂંકો પગાર જોયો દીકરાની કારકિર્દી સામે ન જોયું અને મને લોન આપવાની ના પાડી દીધી. મારા પિતા એક ખુશ મિજાજી કામદાર વ્યક્તિ છે. તેઓએ હંમેશા મને અને મારા ભાઇ-બહેનને સપોર્ટ આપ્યો છે. ભલે તેમની પાસે જ્ઞાન ઓછું હતુ છતાં તેઓએ હંમેશા મને સપોર્ટ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *