સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ દરેકને ભાવુક કરી દે તેવા પણ હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ દરેકને ભાવુક કરી દેશે.
કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે એની સ્મશાનયાત્રા નીકળતી હોય છે. જ્યાંથી પણ સ્મશાનયાત્રા નીકળે જોનાર લોકો હંમેશા ભાવુક થઇ જતા હોય છે. પરંતુ, છેલ્લા થોડા સમયથી વાયરલ થયેલા એક વિડીઓને જોઈને ઘણા લોકો ભાવુક થઇ ગયા. આજ સુધી બધાએ માણસોની સ્મશાનયાત્રા નીકળતી જોઈ હતી. પરંતુ, આ વિડીઓમાં સૌએ પ્રથમ વખત હાથીની સ્મશાન યાત્રા જોઈ.
This will move you !! Funeral procession of the weeping elephants carrying dead body of the child elephant. The family just don’t want to leave the baby. pic.twitter.com/KO4s4wCpl0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 7, 2019
આ વિડીઓમાં જોવા મળી રહ્યું છે કે, હાથીઓનું એક ઝુંડ મૃત્યુ પામેલા હાથીના બચ્ચાની સ્મશાનયાત્રા કાઢી રહ્યા છે. આ વિડિઓ ભારતીય ફોરેસ્ટ ખાતાના એક અધિકારી પ્રવીણ કાસવાને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર થોડા દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીઓમાં જોઈ શકાય છે કે, હાથીઓનું એક ઝુંડ મૃત્યુ પામેલા હાથીના બચ્ચાના મૃત શરીરને લઈને જંગલમાંથી પસાર થતા રોડ ઉપરથી પસાર થઇ રહ્યું છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં રોડની બાજુમાં ઘણા લોકો પણ ઉભેલા જોવા મળે છે.
કોઈના મૃત્યુની તકલીફ માત્ર માણસોને જ નથી થતી, પ્રાણીઓને પણ થાય છે. આ વિડિઓ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજના જમાનામાં માણસ સ્વાર્થી થતો જાય છે. ત્યારે પ્રાણીઓએ માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક હાથી મૃત હાથીના બચ્ચાને રોડ ઉપર લાવીને મૂકી બીજા હાથીઓની રાહ જોઈ રહે છે. તેમજ બીજા હાથીઓ આવતા જ તે મૃત હાથીના બચ્ચાને લઈને જંગલ તરફ ચાલવા મંડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.