હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નદીમાં કે તળાવમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત નીપજે છે. આ દરમિયાન એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કાર નદીમાં તણાઈ ગઈ હતી. જેમાં એક નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાજકોટ જિલ્લાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક ગામોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. તો નદીઓમાં પણ પાણી આવવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે લોધિકાની રાવકી નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં એક નિવૃત્ત બેંક કર્મચારીનું મોત નિપજ્યુ હતું. તો તેમના પરિવારની બે મહિલાઓને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી.
લોધિકાના રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલ ગઈકાલે સાંજે 7 વાગે એક કાર તણાઈ હોવાની માહિતી મળી હતી. જેમાં નિવૃત્ત બેંક કર્મી લાલજીભાઈ ધેલાણીનું મૃત્યુ થયું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાનાં અરસામાં કાર આ પુલ પરથી પસાર થઈ હતી ત્યારે પુલ પરથી નીચે નદીમાં ખાબકી હતી. જયારે કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી ત્યારે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.
આ દરમિયાન ગામના સંરપંચ સહિત યુવાનો દ્વારા જીવના જોખમે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી. કારમાં સવાર બે માહિલાને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવી હતી. પરંતુ, લાલજીભાઈ ઘેલાણીનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.