‘તારી સોપારી લીધેલ છે’ સુરતમાં લુખ્ખાતત્વોએ શાકભાજીના વેપારી ઉપર તલવારથી કર્યો હુમલો અને…

હાલ સુરતમાં સતત ગુનાખોરી ખુબ જ વધી રહી છે તેમાં પણ અસામાજિકતત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે, પહેલા તો પોતાની દાદાગીરી કરીને લોકોને હેરાન કરતા હતા હવે તો હદ થઇ ગઈ છે રૂપિયા માટે લોકો પાસે ખંડણી માંગીને જો રૂપિયા નહિ આપવામાં આવેતો હુમલો પણ કરે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, રામપુરા આદમની વાડી પાસે રહેતા શાકભાજીના વેપારી ઉપર ગઈકાલે સાંજે નજીકમાં રહેતા મીનપરા પિતા-પુત્રને તારી સોપારી લીધેલ છે અને તને મારી નાંખીશ હોવાનુ કહી તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત વેપારીની ફરિયાદ લઈ હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતના રામપુરામાંથી આદમની વાડી નજીક સવેરા ઍપાર્ટમેન્ટમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા તૌસીફ અબ્દુલ સત્તાર શેખ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં કામરેજથી આવ્યા હતા અને પોતાની કાર ઘર આગળ પાર્ક કરતા હતા. તે વખતે તેમના ઘરની બાજુના અજમેરી પાર્કમાં રહેતા મોસીન ઉર્ફે ગાલા રઝાક મીનપરા અને રઝાક હસન મીનપરા તેની પાસે આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા.

આ દરમિયાન મોસીન મીનપરાએ તારી સોપારી લીધેલ છે અને તને મારી નાંખીશ તેમ કહી તલવાર કાઢી તૌસીફ શેખના પેટના અને પગના ભાગે હુમલો કરી ઇજા પહોચાડી હતી. આ દરમિયાન રઝાકે જારજારથી બુમો પાડી આ તૌસીફને મારી નાખ તેવી ધમકી આપી હતી. આ અંગે લાલગેટ પોલીસ દ્વારા તૌસીફની ફરિયાદ લઈ મોસીન અને રઝાક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ ગુનો દાખલ કર્યો છે પણ જોવાનું એ રહ્યું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કયારે અને કેવી રીતે પકડીને જેલ ભેગો કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *