આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે રેવા જીલ્લાના એસપી શિવકુમાર વર્મા આ મામલે તપાસ કરવાની જાણકારી આપી છે. પોલીસ દ્વારા ગેરવર્તનના અનેક કિસ્સા સામે આવતા હોય છે, વર્દીનો રોફ જમાવી ક્યારેક પોલીસકર્મી લોકો સાથે ગેરવર્તન કરી કાયદો હાથમાં લેતા જોવા મળે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે, જેમાં પોલીસે એક કપલને શંકાસ્પદ હાલતમાં જોયા બાદ યુવતી સાથે ખરાબ વર્તન કરી ને પોલીસ જાતિ ને શરમાવે તેવું કાર્ય કર્યું છે.
રેવા જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બુધવારે એક મોટી ઘટના સામે આવી છે. આક્ષેપ કરવામાં આવે છે કે, શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની અંદર શંકાસ્પદ સંજોગોમાં એક યુવક અને યુવતી સાથે આપત્તિજનક શબ્દોનો પોલીસ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો અને કપલ સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું.
ચોકાવનાર વાત એ છે કે, આટલે જ વાત ન અટકી અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરી વગર પુરુષ પોલીસકર્મીએ યુવતીને અર્ધનગ્ન અવસ્થામાં રાખી અને યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગયો. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે રેવા એસપી શિવકુમાર વર્મા આ મામલે તપાસ કરવાની જાહેરાત કરી ચુક્યા છે.
મળતી માહિતી અનુસાર, બસની અંદર યુવક-યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે યુવતી સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. યુવતીને સંપૂર્ણ કપડાં પહેર્યા વિના જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
યુવક- યુવતીનો શંકાસ્પદ હાલતમાં વિડિઓ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, શાહપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસ કર્મચારીને પ્રભારી તરીકે મૂકવામાં આવી છે. આ હોવા છતાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલી યુવતીને મહિલા પોલીસકર્મીની મદદ લીધા વગર પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.