તમિલનાડુ રાજ્યના ઉત્પાદન ક્ષેત્રે રાજધાની ગણાતા ચેન્નાઈમાં તમામ જળાશયો સુકાઈ ગયા છે જેથી ગુરૂવારે ભારત સરકારે પાણી ભરેલા ટેન્ક તમિલનાડુથી ટ્રેન મારફતે ચેન્નાઈ મોકલી આપ્યા હતા. ચેન્નાઈથી 217 કિમી દૂર આવેલા જોલારપેટ્ટાઈ રેલવે સ્ટેશનેથી દક્ષિણ ભારતની નદીઓનું પાણી 50 જેટલા વેગનોમાં ભરીને ચેન્નાઈ મોકલવા માટે ટેક્નિશીયનોની ટીમ વહેલી સવારથી જ કામે લાગી હતી અને તેમણે પ્રત્યેક વેગનમાં 50,000 લિટર પાણી ભરીને તેને ચેન્નાઈ પહોંચાડવામાં મદદ કરી હતી.
25 લાખ લિટર જેટલું પાણી ભરેલી આ ટ્રેન ભારતના ડેટ્રોઈટ તરીકે ખ્યાતિ પામેલા વિવિધ કારના ઉત્પાદનનું કેન્દ્ર ગણાતા ચેન્નાઈને જળસંકટમાં રાહત આપશે.થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી કે. પલાનસ્વામીએ ચેન્નાઈમાં પાણીના સંકટને પહોંચી વળવા જોલારપેટ્ટીથી પાણી પુરવઠો મેળવવા 65 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
પાણી ભરેલી ટ્રેન ગુરૂવારે સાંજે જ ચેન્નાઈ પહોંચાડવાની યોજના હતી પંરતુ વાલ્વમાં લીકેજ હોવાના કારણે તેના સમારકામમાં વિલંબ થયો હતો અને શુક્રવારે ટ્રેન ચેન્નાઈ પહોંચી હતી. ચેન્નાઈના પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, રેલવે ટ્રેકના પાસે જ 100 પાણીના પાઈપ લગાવવામાં આવ્યા છે જેથી ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવેલા પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી શકાય અને ત્યાંથી તેનું વિતરણ થઈ શકે.
આ આયોજન ઉત્તર-પૂર્વમાં ચોમાસા સુધી એટલે કે આગામી છ મહિના માટે કરવામાં આવ્યું છે. પાણીની તંગીને કારણે ચેન્નાઈની કેટલીક શાળાઓ બંધ થઈ ગઈ છે અને અમુક કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે ફરજ પાડી રહી છે.
આ ઉપરાંત હોટેલ્સમાં પણ તેમના ગ્રાહકોને પૂરૂ પાડવામાં આવતા પાણી પર કાપ મુકવામાં આવ્યો છે. પાણીનું અયોગ્ય વ્યવસ્થાપન અને વરસાદને અભાવે ચેન્નાઈને પાણી પુરૂ પાડતા ચાર મુખ્ય જળાશયો ઉનાળામાં સાવ સુકાઈ ગયા હતા. દેશની રાજધાની નવી દિલ્હી અને ટેક્નોલોજીના હબ સમાન બેંગાલુરૂ સહિત દેશના અનેક શહેરો પણ હાલમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
ચેન્નાઈની બહારના વિસ્તારોમાં રહેતા લોકોએ રસ્તાઓ પર ચક્કાજામ કરીને પાણીના ટેન્કરોના પરિવહન માટે અવરોધ ઉભા કર્યા હતા. તેઓ પોતાના પાણીનો શહેરમાં વસતા લોકો, ધંધાઓ અને વૈભવી હોટેલ માટે ભોગ અપાઈ રહ્યો હોવાનો ડર અનુભવી રહ્યા છે. વરસાદના અભાવને કારણે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂમિગત પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ભારતના અનેક શહેરોની જેમ છેલ્લા 20 વર્ષની અંદર ચેન્નાઈનો વિકાસ ખૂબ જ ઝડપી અને અસ્થિર નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.