હાલમાં અવાર-નવાર મહિલાઓને તાલીબાની સજા આપવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે તેની સજા યુવકની માતાને આપવામાં આવી હતી. યુવતીના પરિવારના લોકોએ મહિલા સાથે ખૂબ જ અમાનવીય કૃત્ય કર્યું હતું.
જાણવા મળ્યું છે કે, મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને યુરીન પીવડાવવામાં આવ્યું. આ ઉપરાંત, કેટલાક ઈસમોએ ભેગા મળીને મહિલાને ઢોર માર માર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી અને પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઇને જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં મહિલા સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના છોટા ઉદેપુરના પાલસંડા ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવી માહિતી મળી રહી છે કે પાલસંડામાં રહેતા એક યુવકે તેના જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. બસ આ જ વાતનો રોષ રાખીને યુવતીના સગાસંબંધીઓએ યુવકની માતાને તાલીબાની સજા આપી હતી.
યુવકે યુવતી સાથે લગ્ન કર્યા હોવાના કારણે યુવતીના સગાસંબંધીઓ એકઠા થઈને યુવકના ઘરે પહોંચ્યા હતા અને યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીના સગાસંબંધીઓ દ્વારા મહિલા સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવ્યું હતું.
મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને યુરીન પણ પીવડાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને આરોપીઓની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વીડિયો ઉત્તર ગુજરાતના પાલસંડા ગામનો છે. જેથી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધી હતી અને પાલસંડા ગામના 8 લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત મહિલાએ પણ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, પુત્રએ જે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે તે યુવતીના સંબંધીઓ દ્વારા તેને ઢોર માર મારીને તેની સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે. પણ આ ઘટનાને લઇને સવાલ એ થાય છે કે, દીકરાએ ભૂલ કરી હોય તો તેની સજા માતાને શા માટે આપવામાં આવી? ગુજરાતમાં એક મહિલા સાથે આવું અમાનવીય કૃત્ય કેટલું યોગ્ય કહેવાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.