અમદાવાદમાં પત્નીની બીમારી માટે રૂપિયાની જરૂર પડતા દંપતીએ જ્વેલર્સમાં ચલાવી લુંટ- બાઇકની નંબર પ્લેટ છૂપાવવા એવો કીમ્યો અપનાવ્યો કે…

અમદાવાદ શહેરનાં એક જવેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોનામાં બેકાર બનેલ પતિએ પત્નીની દવા માટે લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. એક તરફ ધંધો પડી ભાંગ્યો હતો અને બીજી તરફ 20થી 25 હજાર રૂપિયા લોકો પાસે ફસાઈ જતા દંપતીએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. આરોપી યુવક સાઉથ ઇન્ડિયન ફિલ્મની જેમ બાઇકની નંબર પ્લેટ પર કપડું રાખી લૂંટ કરવા નિકળ્યા હતા. જોકે પકડાઈ ગયેલા દંપતીએ પોલીસ સમક્ષ એવી અનેક કબુલાતો કરી છે જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

રવિવારે બપોરના સમયે કૃષ્ણનગરમાં આવેલા ગહના જવેલર્સ નામની દુકાનમાં માલિક હરેશ મોદી અને અન્ય 2 વ્યકતિ બેઠા હતા. દુકાનમાં અચાનક એક યુવક અને એક યુવતી હાથમાં છરી, હથોડી અને પિસ્ટલ લઈને ઘુસી આવ્યા હતા. બપોરના એક વાગ્યા આસપાસ તેઓ પિસ્તોલ લઈને ગહના જવેલર્સમાં લૂંટ કરવા માટે પહોંચી ગયા હતા.

આરોપી ભરત ગોહિલ તેની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહે છે. ભરત ગોહિલ સિલાઈ કામ કરે છે. પણ કોરોના મહામારીને કારણે ધંધો બરાબર ચાલતો નહોતો. બીજી તરફ તેની પત્નીને કમરના દુખાવાની બીમારી અને એક વર્ષની બળકીનો ખર્ચ આરોપી ઉઠાવી શકતો ન હતો. એટલું જ નથી 20થી 25 હજાર રૂપિયા લોકો પાસે પણ ફસાઈ ગયા હતા.

10 દિવસ પહેલા જ ચોરી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. પત્ની યોગીતાએ પતિ સાથે ચોરી કરવા જવાની ના પાડી હતી છતાંય તેનો પતિ તેને સાથે લઈ ગયો હતો. બાઇકનો નંબર જાહેર ન થાય તે માટે કપડું લગાવી સિલાઈ મારી ચોરી કરવા પહોંચ્યા હતા. ત્યાં જવેલર્સ પર તો પહોંચ્યા પણ આરોપી પીછેહઠ કરીને એક વાર પાછો પણ આવ્યો. તે લૂંટ કરવામાં ગભરાતો હતો પણ તેની મજબૂરી અને ખરાબ પરિસ્થિતિએ તેને ચોરી કરવા મજબૂર કર્યો હતો.

ત્યારે હવે આ કેસમાં આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે બાબતે પોલીસે તપાસ કરતા તેના મિત્રનું નામ સામે આવ્યું છે. આરોપીએ લગ્નમાં જોઈએ છે તેમ કહીને હથિયાર લીધું અને તેના પૈસા પણ ચૂકવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, પહેલા આરોપીના મિત્રએ ખોટું હથિયાર આપ્યું બાદમાં ઓરીજીનલ હથિયાર કારતુસ વગર આપ્યું હતું. ત્યારે આરોપી મહિલા માસ્ટર માઈન્ડ હોવાનું માની પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *