આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની મહેફિલ કરતા નબીરાઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શહેરમાં ફરી એકવાર નબીરાઓ દારૂનીમહેફીલ માણતા ઝડપાયા છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વારા દરોડો પાડીને દારૂની મહેફીલ માણી રહેલા 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, એસ.એન બ્લુ હોટલમાં દારૂની મહેફીલ માણતા 9 નબીરાઓને પોલીસે ઝડપી લીધા છે. જોકે, તે પૈકી 2 યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને છોડી મુકવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ યુવાનો પાર્ટી કરવા માટે એક સ્પેશિયલ હોટલમાં એકત્ર થયા હતા. જોકે, પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે દરોડો પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો. હોટલમાં પાર્ટી કરવા એકત્ર થયેલા નબીરાઓમાં 2 યુવતીઓ પણ હતી. જોકે, યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને તત્કાલ છોડી મુકવામાં આવી હતી.
જ્યારે 9 નબીરાઓની ધરપકડ કરીને તેમને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઝડપાયેલા લોકો પૈકી 2 લોકો છેક પાલનપુરથી માત્ર પાર્ટી કરવા માટે જ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂ ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુર પોલીસ દ્વારા એસ&એન બ્લુ હોટેલમાં દારૂની મહેફીલ માણતા નવ નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમીક માહિતી મુજબ, દારૂની મહેફીલમાં બે મહિલાઓ પણ સાથે હતી, પણ મહિલાઓએ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તમને જવા દીધી છે. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ વેપારીઓ હોવાથી કેટલાક મિત્રો પાલનપુરથી આવ્યા હતા. અમુક મિત્રો અમદાવાદમાં ભેગા મળી મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરીને નવ જેટલા નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ત્રણ લોકોના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પકડાયેલ આ નબીરાઓએ હોટેલમાં સ્પેશિયલ દારૂ પીવા માટે જ રૂમ બુક કરાવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી દારૂની બોટલ પણ કબ્જે કરવામાં આવી છે. હાલ આ વેપારી નબીરાઓને દારૂની મહેફિલ કરવી ભારે પડી અને હવે જેલ જવાનો વારો આવ્યો છે.
ઝડપાયેલા નબીરા…
જૈનમ શાહ – વાસણા, જીગર પરમાર – વેજલપુર, વિકી શાહ – પાલનપુર, સંજય પટેલ – રાણીપ, શાલીન શાહ – વાસણા, વૈભવ શાહ – પાલડી, વરસાદ શાહ – પાલનપુર, વિશાલ પરીખ – વસ્ત્રાપુર, વિકાસ શાહ – પાલનપુર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.