ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે એટલે કે ૮ જૂનના રોજ મોડી રાત્રે ગોઝારો અકસ્માત બન્યો હતો. કાનપૂરના કિસાન નગરમાં હાઈવે પર બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કુલ 17 લોકોના મોત થયા છે. આ ગંભીર અકસ્માત દરમિયાન 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર આ અકસ્માત બાદ આખા હાઈવે પર મૃતદેહો વેર વિખેર જોવા મળી રહ્યા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ ઘટ પડી રહી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર રેસ્ક્યુ ટીમ અને પોલીસ દ્વારા ઘણા બીજા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત જ્યારે હાઈવે પર ડિસીએમ નો ચાલક બસને ઓવરટેક કરી રહ્યો હતો ત્યારે બન્યો હતો. ત્યારે આ ટેમ્પો બંને વચ્ચે ફસાઈ ગયો હતો.
ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ટેમ્પા ની અંદર મોજૂદ હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો કાનપુરના સંચેડી પોલીસ સ્ટેશન વિસ્તારના લલહેપુર ગામના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ બધા લોકો બિસ્કીટ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા અને તેઓ રાત્રી શિફ્ટમાં કામ કરવા માટે કારખાનામાં જઈ રહ્યા હતા.
કાનપુરમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોને પ્રધાન મોદી દ્વારા સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારોને બે લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.