હવે તો હદ થઇ! તસ્કરોએ લુંટ કરવા માટે એવો કીમિયો અપનાવ્યો કે… જાણીને પોલીસ પણ ચોકી ઉઠી

વડોદરા(ગુજરાત): આજકાલ વધી રહેલી લુંટના કિસ્સામાં રેલવે lcb અને ભરૂચ રેલવે પોલીસ એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ચાલુ ટ્રેનમાં લૂંટ ચલાવતી ગેંગના ચાર સાગરીતોને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. આ સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ટ્રેનમાં લૂંટ કરવા માટે સિગ્નલ ફેઈલ અથવા તો એંગલ લોક કરીને ચઢી જતા હતા અને લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા હતા.

મળતી માહિતી મુજબ, ચાલુ ટ્રેનમાં લૂંટની ઘટના વધી ગઈ હતી. અને જે મામલે વડોદરા રેલવે lcb અને ભરૂચ રેલવે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી અને જેના આધારે પીઆઈ ઉત્સવ બારોટ અને psi એફ.એ.પારધી સહિત અન્ય પોલીસની એક ટીમ બની હતી. બાતમીના અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટીમ હરિયાણા ગઈ હતી અને 2 દિવસ ત્યાં રોકાઈને ટોહા ગેંગના 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેમની પાસેથી 13 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.

લૂંટના સમય બાદ ટોલનાકા પાસેથી સીસીટીવી (CCTV)માં હરિયાણા (Haryana) પાર્સિંગની કારમાં શંકાસ્પદ લોકો દેખાતા પોલીસ દ્વારા ફાસ્ટેગના માધ્યમથી રેલવે પોલીસે એ વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેક કર્યો હતો. જે નંબર પર ફાસ્ટેગ રજિસ્ટર્ડ હતું. બાદમાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સિંસના આધારે પોલીસે ટોહાના ગેંગના સૂત્રધાર રાહુલ ઘારા, દીપક ,છોટુ દલાવારા, સન્ની ઉફે સોની ફુલ્લાની ધરપકડ કરી છે.

આ પૈકીનો આરોપી રાહુલ ધારાના પિતા અગાઉ રેલવેમાં સફાઈકર્મી હતા. જેથી તે રેલવેના પાટાઓ અને અન્ય ટેક્નિકલ જ્ઞાન ધરાવતો હતો. જેનો ઉપયોગ લૂંટ કરવામાં વપરાતો હતો. પોલીસ દ્વારા 13 લૂંટને અંજામ કરી ભેગા કરેલા 13,87,000ના સોના ચાંદી ના દાગીના અને રોકડનો મુદ્દામાલ કબજે કરીને ચારેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં વધુ વિગતો બહાર આવી શકે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *