ભાવનગરના વલ્લભીપુર હાઈવે પર ગમખ્વાર અક્સમાત: રીક્ષા અને કારની જોરદાર ટક્કર થતા…

ભાવનગર હાઈવે પર સવારના પોરમાં અકસ્માત સર્જાયો છે. ભાવનગરના વલભીપુર હાઈવે પર ચમારડી નજીક આ અકસ્માત બન્યો છે. અકસ્માતમાં રીક્ષા અને કાર ટકરાતા ઘટનાસ્થળે જ…

ભાવનગર હાઈવે પર સવારના પોરમાં અકસ્માત સર્જાયો છે. ભાવનગરના વલભીપુર હાઈવે પર ચમારડી નજીક આ અકસ્માત બન્યો છે. અકસ્માતમાં રીક્ષા અને કાર ટકરાતા ઘટનાસ્થળે જ ભુક્કો થઇ ગયો હતો. બંને વાહનો એકબીજા સાથે સામસામે અથડાતાં બે થી ત્રણ લોકોને ઈજા થઈ છે. આ અકસ્માત ગંભીર ગણી શકાય.

ભાવનગર શહેરના વલભીપુર ચમારડી હાઇવે પર સામસામે આવી ગયેલા રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન બે થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજા પામેલા લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા અને કાર બંને એક સાથે ધડાકાભેર અથડાતા બંને ગાડીઓ રોડની સાઇડના ખાડામાં ઉતરી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં તેથી બે કે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અન્ય સાતથી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માત માં રીક્ષા અને કાર પડીકું વળી ગઇ હતી. આ અકસ્માતની ઘટના અંગે જાણ થતા પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને અંગે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *