દેશભરમાં કોરોનાના કારણે ધંધા-રોજગાર ઠપ થયા હતા, જે હવે ધીરે-ધીરે ધંધા ખુલી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તાર મા આવેલ મીરા જેમ્સ મા કામ કરતા રત્નકલાકારો પગાર વધારા ની ઉગ્ર માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હીરાઉધોગ આપણા ગુજરાત નો જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે અને હીરાઉધોગ થકી જ આપણા લાખો રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ સમય ની સાથે જે સુધારા થવા જોઈએ તે ના થવાના કારણે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે.
સુરત શહેરમાં પગાર વધારાની માગણી રત્ન કલાકારો કફેક્ટરી સંચાલકો સામે મૂકી રહ્યા છે. હીરાબાગ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ માર્કેટમાં રત્નકલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો. મીરા જેમ્સમાં છેલ્લા સાત વર્ષથી કામ કરતા હજાર જેટલા રત્ન કલાકારોએ પોતાના પગાર વધારાની માગણી કરી હતી, સાથે જ હજાર કરતાં વધારે કારીગરોએ એકસાથે કામ બંધ કરી દીધું હતું અને નારેબાજી કરી માગ બૂલંદ બનાવી હતી.
મંદી અને કોરોના વાયરસ ના કારણે રત્નકલાકારો ના પગાર મા જંગી ઘટાડો કરી નાખવા મા આવ્યો હતો. ત્યારે હાલ હીરાઉધોગ મા ભારે તેજી નો માહોલ છે. ત્યારે ભાવનગર ના રત્નકલાકારો પગાર વધારા ની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ત્યારે એક તરફ મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો નો પગાર વધવા ને બદલે ઘટી રહ્યો છે. તે બાબતે સરકાર અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ની વેદના ને સમજવી જોઈએ અને તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળે એ માટે રત્નકલાકારો ના પગાર મા વધારો કરવો જોઈએ.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો ના પગાર વધારા બાબતે માંગણી કરી રહ્યું છે.
આવતીકાલે સુરત જિલ્લા કલેકટરશ્રી અને ડેપ્યુટી લેબર કમિશનરશ્રી ને આવેદનપત્ર પાઠવી પગાર વધારા બાબતે રજુઆત કરવા મા આવશે અને કલેકટરશ્રી તથા લેબર વિભાગ ના ઉચ્ચ અધિકારીશ્રી ઓ ને ઉપરોક્ત મામલે મધ્યસ્થી કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજુઆત કરવા મા આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.