વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બરબાદ કરી શકે છે બાળકની જિંદગી- વડોદરાની લાલબત્તી સમાન ઘટના

વડોદરા(ગુજરાત): વડોદરાના એક બાળકને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની ટેવ પડી ગઈ હતી. તે કલાકો સુધી ગેમ રમતો હતી, જેના કારણે બાળકના માથાના પાછળના ભાગની નશો દબાઈ ગઈ હતી. અને શરીર કમજોર પડી ગયું હતું. આખરે તેને આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો છે.

આ બાળકને ભરૂચમાં દયાદરા ગામમાં આવેલ ઓલિવ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. બાળકનું નામ રાજ પઠાણ છે, તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. તેને મોબાઇલમાં ફ્રી ફાયર ગેમ રમવાની ટેવ છેલ્લા ઘણા સમયથી હતી. જયારે સવારે પિતા કામે જતા ત્યારે રાજ પોતાનો મોબાઈલ ઓન કરી કલાકો સુધી ગેમ રમવામાં લાગતો હતો.

એક દીવસ અચાનક રાજ પઠાણને માથાના પાછળના ભાગે દુઃખાવો શરૂ થયો હતો. અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરતું કોઈ સારવાર ન મળતા પરીવાર એક પછી એક એમ બે થી ત્રણ હોસ્પિટલમાં તેને સારવાર માટે લઇ ગયા હતા પરતું સ્થિતિમાં સુધાર ન આવતા છેવટે તેને વડોદરાથી ભરૂચની દયાદરા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

ડોક્ટરની તપાસમાં વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે તેની માથાના પાછળના ભાગની નશો બ્લોક થઇ હોવાનું જાણવા મળ્યું હતું. માથાના ભાગે પાછળની નશો બ્લોક થઈ જવાથી શરીરમાં કમજોરી તેમજ માનસિક સંતુલન બગડ્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજના પરિવારને સપનામાં પણ ખ્યાલ નહોતો કે, તેઓનો બાળક જે મોબાઈલનો ઉપયોગ કરે છે તે જ મોબાઈલ તેના શરીરનો દુશ્મન છે.

રાજની આ સ્થિતિ પછી અન્ય લોકોએ પોતાના બાળકોને મોબાઈલથી દુર રાખવા આગ્રહ રાખવો જોઈએ છે. બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી નોમો ફોબિયા નામની બીમારી થાય છે. નોમો ફોબિયા નામની બીમારીના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને ડોકટરો પણ ચિંતામાં મુકાઈ રહ્યા છે, અને પોતાની મોબાઈલની લતના કારણે હોસ્પિટલ સુધી આવી પહોંચેલો રાજ હવે મોબાઇલનો ઉપયોગ નહિ કરે અને અન્ય બાળકો પણ ન કરે તેવી અપીલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *