સુરત(ગુજરાત): આજકાલ સુરતમાં વધી રહેલા અસામાજિક તત્વોના આતંક દરમિયાન સુરત ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાનું ફરી એકવાર CCTVમાં કેદ થયું છે. ચીખલી ગેંગ અને રાહુલ એપાર્ટમેન્ટની ગેંગ વચ્ચે ચાલી રહેલી વોરમાં આવાસના ગરીબ લોકોના વાહનોની તોડફોડ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકોએ ચીખલી ગેંગ દ્વારા વાહનોમાં તોડફોડ કરી હોવાનું પણ જણાવ્યું છે.
જાણવા મળ્યું છે કે, તેઓ વાજપાઈ આવાસના રહેવાસી છે. આ પહેલીવારનો નહિ બીજીવાર હુમલો છે. માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના વિસ્તારમાં ઘૂસી ચીખલી ગેંગ વારંવાર હુમલાઓ કરી રહી છે તેમજ ગરીબ નિર્દોષ લોકોના વાહનોમાં તોડફોડ કરી રહી છે. એટલું જ નહીં પણ માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ હાલ પેરોલ જમ્પ કરી ફરાર હોવાનું સામે આવ્યું છે. એવા સમયમાં ચીખલી ગેંગ રાત્રીના કરફ્યુના સમયમાં હુમલાઓ કરી છે.
રાબીયાએ જણાવ્યું હતું કે, 10-15 વ્યક્તિએ ભરબપોરે હુમલો કરી ગરીબ મકાનોના દરવાજાઓ ઉપર તલવાર અને ફટકા વડે તોડફોડ કરી છે. જેમાં મારા સાસુને હાથમાં ઇજા થઇ છે. 10થી વધુ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ હુમલાખોર તિક્ષ્ણ હથિયાર-લોખંડના પાઇપ સાથે દેખાયા હતા. ડરના માર્યા કોઈ પણ આવાસના લોકો બહાર પણ નીકળ્યા ન હતા. આ અંગે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.