‘દીકરીનું બહાર ચક્કર ચાલે છે’ પિતાને જાણ થતા પ્રેમી અને સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી અને…

મેરઠના ખારખોડા વિસ્તાર માંથી દિલધડક ઘટના સામે આવી છે. પ્રેમ-પ્રકરણમાં ખૂની ખેલ ખેલતા ચારેબાજુ ચકચાર મચી હતી. શુક્રવારે રાત્રે મેરઠમાં એક શખ્સે મસ્જિદની બહાર ગોળી…

મેરઠના ખારખોડા વિસ્તાર માંથી દિલધડક ઘટના સામે આવી છે. પ્રેમ-પ્રકરણમાં ખૂની ખેલ ખેલતા ચારેબાજુ ચકચાર મચી હતી. શુક્રવારે રાત્રે મેરઠમાં એક શખ્સે મસ્જિદની બહાર ગોળી ચલાવીને તેની પુત્રીના પ્રેમીને મારી નાખ્યો હતો. પરંતુ આટલું જ નહિ, દીકરીના પિતાએ પોતાની જ દીકરી પર ગોળીઓ વરસાવી દીધી હતી. દીકરીની હાલત ખુબ ગંભીર છે અને તેના પ્રેમીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના સામે આવતા આખા ગામમાં ચકચાર મચી હતી.

આ ઘટના મેરઠના ખારખોડા વિસ્તારના બધોલી ગામની છે. આરીફ નામના યુવકે પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો. અને થોડા દિવસમાં જ દીકરીના પિતાને આ વિષેની જાણ થઇ ગઈ હતી. સોની નામની યુવતીને પણ આરીફ નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. પિતાને આ મામલે જાણ થતા પોતાની દીકરી સોનીને ધમકી આપતા કહ્યું હતું કે, ‘જો તું ઘરની બહાર જઈશ તો પરિણામ સારું નહિ આવે!’

પરંતુ ગયા શુક્રવારે સાંજના સમયે આરીફ મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો. નમાઝ પછી આરીફ જેવો બહાર આવ્યો ત્યાં સામે તેની પ્રેમિકાના પિતા હાથમાં બંદુક લઈને ઉભા હતા અને એકએક તેના પર ફાયરીંગ શરુ કરી દીધું હતું. પહેલી જ ગોળી આરીફની છાતીએ વાગી હતી અને જોતજોતામાં આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો. દીકરીના પિતા તૌસીને બીજી એકવાર આરીફ પર ફાયરીંગ કર્યું હતું અને આરીફનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જાહેરમાં હત્યા થતા આસપાસના લોકોમાં બુમાબુમ થવા લાગી અને લોકો પોતપોતાના ઘરોમાં ઘૂસી ગયા હતા. આરીફની હત્યા કરીને તૌસીન તેના ઘરે પહોંચ્યો હતો અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવા લાગ્યો કે, તે તેની દીકરીને પણ જીવતી નહિ છોડે. પરંતુ પરિવારજનો કઈ સમજે એ પહેલા જ તૌસીને પોતાની જ દીકરીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ ઘટના બાદ સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. બે બે કતલ કરીને ખૂની તૌસીન ધમકી આપીને ઘરેથી ફરાર થઇ ગયો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ કોઈ પાડોશીએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે તરત જ ઘટના સ્થળે પહોચી હતી અને શોધખોળ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *