‘હું જ ભગવાન રામ અને કૃષ્ણ છું, હું ભગવાન વિષ્ણુનો દસમો(કલ્કી) અવતાર છું’- જાણો કોણે આપ્યું વિવાદિત નિવેદન

રાજકોટ: ગુજરાતના રાજકોટ શહેર ખાતે રહેતા એક સરકારી અધિકારી પોતે કલ્કી અવતાર હોઇ તેવો દાવો કર્યો છે અને બધાને આ નિવદેન વિશે લોકો ચોંકી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાની નોકરી પર ગેરહાજર રહેતા હતા તેમણે કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી હતી. ત્યારે જવાબ આપતા તેમને કહ્યું હતું કે તે પોતે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેર ખાતે વસવાટ કરતા અને વડોદરા ખાતે જળસંપતી વિભાગમાં ફરજ બજાવી રહેલા રમેશ ચંદ્ર ફોકરે તેમના ઉપરી અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, તે વિષ્ણુનો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર હોવાનું જણાવ્યું હતું અને એટલા માટે તે પોતે ઓફિસે આવી શકશે નહિ તેમ કહ્યું હતું. વૈશ્વિક કોન્શિયસ માટે આપણે પાંચમા લેવલમાં એટલે કે ડાઇમેન્શનમાં પ્રવેશ કરીએ તે માટે પોતે તપશ્ચર્યા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. એન્જીનીયર રમેશ ચંદ્ર ફોકરેને જયારે નોકરીમાં સતત રજા પાડવા અંગે નોટીસ મોકલવામાં આવી ત્યારે તેમણે પોતાની ગેરહાજરી માટે પોતે વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

એન્જીનીયર રમેશ ચંદ્ર ફોકરે પોતાને વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર ગણાવી રહ્યા છે. તેઓ પોતાને ભગવાન કૃષ્ણ અને રામ ગણાવી રહ્યો છે અને તે પોતાની પત્નીને લક્ષ્મી ગણાવે છે. જયારે તે પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર ગણાવી રહ્યા છે. મજેદાર વાત એ છે કે એન્જીનીયર લાખોની સંપતી પણ ધરાવે છે.

સાથે તેમને જણાવતા કહ્યું હતું કે, તેમની સાધનને કારણે જ દુષ્કાળ પડતો નથી અને તેમની સાધનાને કારને રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેથી તેમની સાધનામાં ખલેલ ન પહોચાડવી. સાથે તેમને કહ્યું છે કે પહેલા તો દર ત્રણ વર્ષે દુકાળ પડતો હતો પણ તેમની સાધનાને કારણે હવે દુષ્કાળ પડતો નથી. છેલ્લા ૧૯ વર્ષથી ખુબ જ સારો વરસાદ પડી રહ્યો છે. હું એક કલ્કી અવતાર છું તેના કારણે જ આ શક્ય બન્યું છે. હું જો આવી પરિસ્થિતિમાં ઓફિસમાં ભૌતિક રીતે બેસું તેમના કરતા ઘરે રહીને સાધના કરું તે મારા માટે ખુબ જ મહત્વનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *