વેક્સીન લગાવવા માટે આરોગ્ય કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને પાર કરી વહેતી નદી- જુઓ દિલધડક વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ નવાઈ લાગશે.

કોવિડ-19 સામેની લડત દરમિયાન ઘણા આરોગ્ય કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે પછી પણ આરોગ્ય કર્મચારીઓની ભાવના તૂટી નથી. આજે પણ આરોગ્ય કર્મચારીઓ પહેલા કાર્ય કરતા હતા તેવી જ રીતે જનહિતમાં કામ કરી રહ્યા છે. જેની જુબાની આ વીડિયો દ્વારા આપવામાં આવી રહી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં ટીમ કોવિડ-19 રસીકરણ અભિયાન યોજવા નદી પાર કરી રહી છે. જેથી સમયસર કેમ્પયોજીને લોકોને રસી અપાય અને કોરોના સંક્રમણની આ લડાઇ જીતી શકાય.

વાયરલ થતા વીડિયોમાં આરોગ્યકર્મીઓ ઝડપથી વહેતી નદીમાં ઊંડા પાણીમાં અને એ પણ એક બીજાના હાથ પકડીને નદી પાર કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આરોગ્ય ટીમ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દુરદુરાજના ત્ર્રાલા ગામમાં રસીના કેમ્પનું આયોજન કરવા જઇ રહી છે. તે જ સમયે આ વિડિઓ નદી પાર કરતી વખતે બનાવવામાં આવી હતી. જેને ત્ર્રાલા આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.ઇરમ યાસ્મિન દ્વારા શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કેટલાક આરોગ્ય કર્મચારીઓની મહેનતનું સન્માન કરી રહ્યા છે અને અન્ય લોકો કહી રહ્યા છે કે, આઝાદીના 70 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ ગામડાં સુધી પહોંચવા માટે સરકાર રસ્તાઓ અથવા પુલ બનાવી શક્યા નથી. જો વહેતા પાણીમાં આ કામદારોને કંઇક થાય તો જવાબદાર કોણ હશે. ભારતમાં આ આરોગ્ય કર્મચારીઓની સખત મહેનતને કારણે અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ લોકોને કોરોના રસી મળી છે અને હજી પણ ઝડપી રસીકરણ અભિયાન યોજવામાં આવી રહ્યા છે, જેથી કોરોનાની ત્રીજી લહેર પહેલાં વધુને વધુ લોકો રસી મેળવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *