મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજાબાસોડામાં લાલ પાથર ગામમાં કુવામાં પડી ગયેલા લોકોને બચાવવા બચાવ કામગીરી ચાલી રહી છે. કૂવામાં પડી ગયેલા બાળકોને બચાવવા પહોચેલા લોકો જમીન ખસવાથી કુવામાં ખાબક્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, એકસાથે ૩૦ લોકો કુવામાં ખાબક્યા હતા. અત્યાર સુધીમાં 19 લોકોને બહાર કાકાઢવામાં આવ્યા છે અને ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.
વિદિશાના લાલ પઠાર ગામમાં ગુરુવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. સાંજે છ વાગ્યે એક બાળક કુવામાં ખાબક્યું હતું. ત્યાબાદ આ બાળકને બહાર કાઢવા એટલા લોકો જમા થઇ ગયા હતા કે, કૂવો પણ ધરાશાયી થયો હતો. આને કારણે 20 થી વધુ લોકો તે કૂવામાં અંદર પડી ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 19 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો હજી ગુમ છે અને ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
ગંજબાસોડાના એક ગામમાં સાંજના 6:00 વાગ્યે એક 14 વર્ષનો છોકરો કુવામાં પડી ગયો હતો. 30 ફૂટ ઉંડા કૂવામાં 10 થી 15 ફૂટ પાણી હતું. બાળક અંદર પડ્યો પછી, તેને બચાવવા લોકોના ટોળે ટોળા કૂવા પાસે પહોંચ્યા હતા. કુવા પર સિમેન્ટથી એક સ્લેબ બનાવ્યો હતો. બધા લોકો કુવા પર રહેલા આ સ્લેબ પર ચડી ગયા હતા. પરંતુ લોકોના વજન આ સ્લેબ ખમી શક્યો નહોતો અને અચાનક આ સ્લેબ તૂટી ગયો હતો. સ્લેબ તૂટતા જ ૩૦ થી વધુ લોકો કુવામાં ખાબક્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેસીબી અને પોકલેન મશીનો દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું.
મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વિદિશામાં તેમની દત્તક દીકરીઓના લગ્નમાં હાજર હતા. અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજે લગ્ન સ્થળને જ કંટ્રોલરૂમ બનાવ્યું હતું. ત્યાંથી, આખા મામલા પર નજર રાખતી વખતે તેમણે આઇજી, કમિશનર, કલેક્ટરની નિમણૂક કરી. એસપી સહિતના તમામ અધિકારીઓને ત્યાં મોકલી દેવાયા હતા. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની સૂચનાથી વિદિશા જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે ભોપાલ છોડીને ઘટના સ્થળે પહોચ્યા હતા અને રાહત અને હાલ બચાવ કાર્યની દેખરેખ રાખી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.