નવસારી(ગુજરાત): જલાલપોરના તવડી ગામમાં રહેતા કૈલાસબેન અનિલભાઈ પટેલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, તેમના પતિ અનિલ મંગુભાઇ પટેલ દરજી કામ કરીને પોતાનું આર્થિક ગુજરાન ચલાવે છે. તેઓ 16મી જુલાઈએ રાત્રિના 8 વાગ્યે મોપેડ લઈને પૂર્ણાં નદીના પુલ પર આવ્યાં હતા.
તેમણે તેમના સ્વજનને ફોન કરીને જણાવ્યું હતું કે, હું પૂર્ણાં નદીના પુલ પરથી આત્મહત્યા કરું છું તેમ જણાવી મોબાઈલ મોપેડની ડીકીમાં મૂકી દીધો અને ચંપલ મોપેડ પાસે મૂકી દીધા હતા, ત્યારબાદ તેમનો પત્તો લાગ્યો ન હતો. અનિલભાઈની પત્નીએ આ ઘટના બાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
સવારે ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓએ સવારથી જ શોધખોળ હાથ ધરી હતી. શનિવારે અનિલભાઈની હજુ જાણ થઇ ન હતી. અનિલભાઈએ નદીમાં કેમ ઝંપલાવ્યું એ બાબતે રહસ્ય ઘેરાયું છે. અનિલભાઈએ સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેર્યું છે. તેમની ઊંચાઈ 5 ફૂટ 4 ઈંચ, પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણ છે. યુવાનની માહિતી મળતા જ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.