સુરત(ગુજરાત): કોરોનાની મહામારી વચ્ચે શહેરના લાખો લોકો પાસે પૂરતી આવકનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે આવા કપરા કાળમાં પણ ઘણા લોકો પોતાની મુશ્કેલીઓ ભૂલીને અન્ય જરૂરિયાતમંદોની સેવા કરી રહ્યા છે. સુરત શહેરના વરાછા રચના સર્કલ પ્રભુ નગર સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક વીરભદ્રસિંહ ઝાલાએ આ જ દિશામાં આગળ વધવાનું બીડું ઉઠાવ્યું છે.
વીરભદ્રસિંહે પોતાની રિક્ષા પાછળ બોર્ડ મારી લખ્યું છે કે, ‘દવાખાને જવા માટે અથવા અંધ કે અપંગ વ્યક્તિ પાસેથી ભાડું લેવામાં આવશે નહીં’. સામાન્ય લાગતું આ વાક્ય રિક્ષા ચલાવીને પેટિયું રળતી વ્યક્તિની ઉદાર ભાવનાનું અસામાન્ય પ્રતિક છે. શહેરમાં ઘણા રિક્ષાચાલકોએ પ્રેરણા મેળવીને આવી સેવા શરૂ કરી છે.
વીરભદ્રસિંહે જણાવ્યું હતું કે, મારા પિતા મહિધરપુરા હીરાબજારમાં ચોકીદાર છે. 5 વર્ષ પહેલાં તેમણે મને સમજાવ્યું હતું કે, આપણે ક્ષત્રિય છીએ, તેથી નિરાધાર કે દુઃખી લોકોને સહાયરૂપ બનવું તે આપણો પહેલો ધર્મ છે. હું પિતાની આ વાતથી જ પ્રેરિત થયો અને મેં આ સેવાનું કાર્ય શરૂઆત કરી હતી. મેં અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદોને વિનામૂલ્યે તેમના ઘરે અથવા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. મને આ સેવા કરવામાં શાંતિ મળે છે. દરરોજ એકથી બે પેસેન્જરની સેવા કરવાનો મને લાભ મળે છે.
કાપોદ્રાની ઝુપડપટ્ટીમાં એક ગરીબ પરિવારની નાની બાળકીને કોરોના થયો હોવાથી કોઈ તેને દવાખાને લઇ જતું ન હતું. મેં તેમને નિશુલ્ક દવાખાને પહોંચાડ્યા હતા. તેમની પાસે દવાના પણ પૈસા નહોતા. કંઈ કામ પડે તે માટે મેં ફોન નંબર આપ્યો હતો ત્યારે તેઓ ભાવવિભોર થઈ રડી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.