પ્રેમની કોઈ સીમા નથી હોતી: સુરતમાં ભાભીને થયો દેવર સાથે પ્રેમ, મોટાભાઈએ આ અંગે જાણ થતા કર્યું એવું કે…

સુરત શહેરથી એક ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. ભાભીને દેવર સાથે પ્રેમ છે તેવી જાણ મોટા ભાઈને થતા તેમણે બંનેના લગ્ન કરાવી દીધા હતા. ગિરીડીહમાં રહેતા બંને ભાઈઓ અને ભાભી છેલ્લા ઘણા વર્ષોથી એક સાથે સુરતમાં કાપડની દુકાનમાં કામ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગિરિડીહ જિલ્લાના ત્રીજા બ્લોકના લજકણ ગામમાં રહેતા ભાભીને તેમના જ દેવર સાથે પ્રેમ થઇ ગયો હતો. દેવર નું નામ નીતીશ કુમાર છે. બંનેનો પ્રેમ જોઇને મોટા ભાઈએ ઈ જાતે જ તેમની પત્નીને તેના નાના ભાઈ નીતીશ કુમાર સાથે લગ્ન કરાવી દીધા હતા અને બંનેને આશીર્વાદ પણ આપ્યા હતા.

વાસ્તવિકમાં, ભાઈ અને ભાભી બંને છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં કાપડની દુકાનમાં કામ કરી રહ્યા છે, આ દરમિયાન ભાભી અને દેવર વચ્ચે પ્રેમ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમના મોટા ભાઈએ બંનેને ઘણી વખત રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ મોટા ભાઈએ ખુબ જ તેમની પત્ની સાથે પોતાના નાના ભાઈ નીતીશ કુમારના લગ્ન કરાવી દીધા હતા.

આ કિસ્સો ગામમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અદભુત પ્રેમ સબંધની ચારે કોર ચર્ચા ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો આ લવ મેરેજની સાથે છે અને તો સમાજના કેટલાય લોકો આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે આ પ્રકારના લગ્ન યોગ્ય ન કહી શકાય.

મોટા ભાઈએ જણાવતા કહ્યું છે કે, જયારે બંનેને એક બીજા સાથે ખુબ જ પ્રેમ હોય છે તો તેમના પ્રેમની વચ્ચે અડચણ રૂપ થવું યોગ્ય ન કહી શકાય. બંને ભાભી અને દેવર પતિ પત્ની બને તો તેમાં મને કઈ પ્રોબેલ્મ નથી. બંનેની ખુશીને ધ્યાનમાં રાખીને આ લગ્ન કર્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *