વર્લ્ડ બેંકે પોતાના સર્વેના આધારે ભારતને વિકાસશીલ દેશોની યાદી માંથી હટાવી દીધું છે. હવે ભારત નિમ્ન અવાક ધરાવતા દેશોની કેટેગરીમાં ગણવામાં આવશે. વિશ્વ બેન્કની નવી વહેચણી બાદ ભારત હવે ઝાંબિયા, ઘાના, ગ્વાટેમાલા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની શ્રેણીમાં આવી ગયો છે. સૌથી ખરાબ વાત એ છે કે બ્રિક્સ દેશોમાં ભારતને પાછળ છોડીને ચીન, રશિયા, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝીલ અપર મિડલ ઈનકમ શ્રેણીમાં આવે છે. આ દેશો એક સમયે ભારતથી પાછળ ચાલતા હતા. અત્યાર સુધી લો અને મિડલ ઈનકમ વાળા દેશોને વિકાસશીલ અને હાઈ ઈનકમવાળા દેશોને વિકસિત દેશોમાં ગણવામાં આવે છે.
વર્લ્ડ બેંક દ્વારા જણાવાયું હતું કે અમારા વર્લ્ડ ડેવલોપમેન્ટ ઈંડિકેટર્સ પબ્લિકેશનમાં આપણે લો અને મિડલ ઈનકમ વાળા દેશોને વિકાસશીલ દેશોની સાથે રાખવાનું બંધ કરી દીધુ છે. વિશ્લેષ્ણાત્મક ઉદ્દેશથી ભારતને લોઅર મિડલ ઈનકમ અર્થવ્યવસ્થામાં રાખવામાં આવી રહ્યું છે. આપણા સામાન્ય કામકાજમાં આપણે વિકાસશીલ દેશની ટર્મને નહીં બદલી શકીએ પરંતુ જ્યારે સ્પેશ્યલ ડેટા આપશે તો દેશોના સૂક્ષ્મ શ્રેણીનો પ્રયોગ કરશે.
વર્લ્ડ બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે મલાવી અને મલેશિયા બંને વિકાસશીલ દેશોમાં ગણવામાં આવે છે પરંતુ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી જોઈએ તો મલાવીનો આંકડો 4.25 મિલિયન ડોલર છે, જ્યારે મલેશિયાનો આંકડો 338.1 બિલિયન ડોલર છે. નવી વહેંચણી પછી અફધાનિસ્તાન, નેપાળ લો ઈનકમમાં આવે છે. લોકો રશિયા અને સિંગાપુર હાઈ ઈનકમ નોન ઓઈસીડી અને અમેરિકા હાઈ ઈનકમ ઓઈસીડી કેટેગરીમાં આવે છે. નવી શ્રેણીઓને વર્લ્ડ બેન્કે કેટલાય સ્ટાન્ડર્ડના આધારે કર્યા છે. તેમાં માતૃ મૃત્યુ દર, વ્યાપાર શરૂ કરવામાં લાગતો સમય, ટેક્સ કલેક્શન, સ્ટોક માર્કેટ, વીજ ઉત્પાદન અને સાફ-સફાઈ જેવા શામેલ છે.
જયારે 2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ભારત ચીન, અમેરિકા જેવા મહાન દેશો સાથે સરખામણી કરી રહ્યું હતું, જયારે આજે 5 વર્ષો બાદ પરિસ્થિતિ એટલી વિકટ છે કે ભારત પાકિસ્તાન જેવા દેશની સરખામણીમાં આવી ગયું છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. બેરોજગારીને કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. પણ કદાચ મોદીજી સુધી આ બધી સમસ્યા નથી પહોંચી રહી. દેશ વિકાશના સ્થાને વિનાશના પંથે છે.