વડોદરા(ગુજરાત): વડોદરામાં પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની બાઈક ગીરવે મુકીને ઉધાર પૈસા લીધા હતા. થોડા સમય બાદ પૈસા ન ચુકવતા માથાભારે ઇસમેં મહિલાને 4 વર્ષથી બળજબરીથી પોતાના ઘરમાં જ રાખી લીધી હતી. આ મામલે મહિલાની પુત્રીએ 181 મહિલા સુરક્ષા અભયમને ફોન કરી મદદ માગતાં ટીમ સ્થળ પર પહોંચી અને મહિલાને મુક્ત કરાવી હતી. પોલીસમાં ફરિયાદ કરવાનો મહિલાએ ઇનકાર કર્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી કહ્યું હતું કે, એક વ્યક્તિએ મારી મમ્મીને કબજે કરી રાખી છે.
માહિતી મળતા જ અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ઘરમાં બંધ રખાયેલી મહિલાને મુક્ત કરાવી હતી. 42 વર્ષની મહિલા અને તેમનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. મહિલાને પૈસાની જરૂર પડતાં તેણે પોતાની બાઈક આ વ્યક્તિ પાસે ગિરવી મૂકી ઉધાર રૂપિયા લીધા હતા. જોકે મહિલા સમયસર પૈસા પરત ન આપતા આ વ્યક્તિએ વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી. મહિલાની આર્થીક સ્થિતિ સારી ન હોવાથી પૈસા આપી શકતી ન હતી. જેને કારણે આ માથાભારે વ્યક્તિએ મારા રૂપિયા પરત ના આપે ત્યાં સુધી તારે મારી સાથે રહેવું પડશે, તેમ કહીને મહિલાને બળજબરીપૂર્વક તેના ઘરે છેલ્લાં 4 વર્ષથી રાખતો હતો. તે મહિલાને બાળકોને પણ મળવા જવા ન દેતો હતો.
આખરે મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. અભયમ ટીમે ગોંધી રાખનાર માથાભારે વ્યક્તિને પણ હવે પછી હેરાનગતિ ન કરવા માટે નોટીસ ફટકારી હતી.
મહિલાની પુત્રી થોડા દિવસ પહેલાં ચોરીછૂપીથી મહિલાને મળવા આવી હતી. તે દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, તે બહુ બીમાર છે અને તેને ઘરે આવવું છે. માતાની આવી હાલત જોઈ પુત્રીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી પોતાની માતાને છોડાવવા માટે માંગ કરી હતી, જેને કારણે મહિલાને મુક્ત કરાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.