ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આર્મી ચીફ બિપિન રાવતે રવિવારે ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મી ટ્રેનિંગની પરવાનગી આપી દીધી. મહેન્દ્ર સિંહ ધોની હવે પેરાશૂટ રેજીમેન્ટની સાથે બે મહિનાની આર્મી ટ્રેનિંગ લેશે.
જોકે સ્પષ્ટરીતે એ જણાવાયુ નથી કે મહેન્દ્ર સિંહ ધોની ક્યાં ટ્રેનિંગ લેશે પરંતુ એ જરૂર કહેવામાં આવ્યુ છે કે તેમની ટ્રેનિંગનો કેટલોક ભાગ જમ્મુ અને કાશ્મીરમાં હોઈ શકે છે. આર્મી ચીફે ધોનીને આર્મી ટ્રેનિંગની પરવાનગી આપતા એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને કોઈ ઑપરેશનનો ભાગ બનાવાશે નહીં. મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીના પેરાશૂટ રેજીમેન્ટમાં લેફ્ટિટન્ટ કર્નલ છે.
આજે જ મુંબઈમાં વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી. એક મહિનાના આ પ્રવાસ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ BCCI પસંદગીકર્તાઓને પહેલા જ માહિતગાર કરી દેવાયા હતા કે બે મહિના સુધી તેઓ કોઈ પણ પ્રકારની ક્રિકેટ ગતિવિધિઓથી દૂર રહેશે કેમ કે તે પેરાશૂટ રેજીમેન્ટ સાથે બે મહિનાની આર્મી ટ્રેનિંગ લેવા ઈચ્છે છે. બીસીસીઆઈએ તેમની આ વિનંતીને સ્વીકારી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.