એવી કહેવત રહેલી છે કે, વિધિના લેખ મિથ્યા થતાં નથી તેમજ એવું લાગી રહ્યું છે કે, વિધાત્રી(ડેસ્ટિની)આ વિધિ(જાદવ)ના વિધિના લેખમાં દેશના સીમાડાની રક્ષા કરતા જવાનો તેમજ તેમના પરિવારજનો માટે સ્નેહ ભાવ તેમજ સેવા લખ્યા છે. વિધિ નામની દીકરીએ અત્યાર સુધીમાં અનેક સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે.
ખાસ તો કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારજનોને મળવા તેમજ મદદરૂપ બનવા માટેનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી.
મધ્યમ અથવા તો કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. ઘણીવખત કોઈ દાતા ન મળે તો આ પરિવાર આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃત્તિ શરુ રાખવામાં પીછેહઠ કરતો નથી.
વિધિ જાદવે સમગ્ર દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેના પરિવારને આશ્વાસન પત્ર લખીને 5,000 રૂપિયા મોકલી આપે છે. અત્યાર સુધીમાં આવા કુલ 295 જેટલા શહીદ સૈનિકોના પરિવારને વિધિએ 5,000 તેમજ પત્રો લખ્યા છે. અહીં નોંધનીય છે કે, વિધિ નાયબ મામલતદારની દીકરી તેમજ નડિયાદની રહેવાસી છે.
સરહદના છેલ્લા પિલર સુધી જવાની પરવાનગી મળી:
હાલમાં જ એક અનોખી ઘટના બની છે. વિધિએ રક્ષા બંધન પર્વ નિમિત્તે દેશની સીમાઓ પર ઘરબાર તેમજ બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત ફરજ બજાવતા જવાનો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું તેમજ તેમની સાથે રક્ષા બંધનની ઉજવણી નક્કી કર્યું છે.
આની સાથે જ સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને શિસ્તબદ્ધ સેનાધિકારીઓ દ્વારા તેને છેક સરહદના છેલ્લા પિલર સુધી જઈને, પાકિસ્તાની ચોકીઓ જ્યાંથી નરી આંખે દેખાતી હોય એવી સુરક્ષા ચોકીએ પહોંચીને સૈનિકોને રાખડી બાંધવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે.
21-22 ઓગસ્ટે કચ્છ સરહદે જવાનોને રાખડી બાંધશે:
વિધિ જાદવ 21,22 ઓગસ્ટના રોજ કચ્છ સરહદે આવેલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ફરજ બજાવી રહેલ ભારતીય જવાનો સાથે ભાઈ-બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનું પર્વ મનાવશે. 21મીના રોજ વીઘાકોટ બોર્ડર પર જવાનોને રાખડી બાંધીને વીઘાકોટ કિલ્લાની મુલાકાત લઈ જવાનો સાથે દિવસ પસાર કરશે.
આની સાથે જ વર્ષ 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની યાદગીરીમાં BSF(બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના વોર મેમોરિયલની મુલાકાત લઈ ત્યાં પણ જવાનોને રાખડી બાંધવામાં આવશે. આ, સંપૂર્ણ દિવસ જવાનો સાથે પસાર કરશે. આ એક ખુબ ગર્વની વાત છે.
ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતે રક્ષા બંધ પર્વ ઉજવવામાં આવશે:
રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લેશે. આ વિસ્તાર ખુબ કાદવ કીચડ વાળો છે કે, જ્યાં આર્મીના ખાસ વાહન દ્વારા જઈ શકાય છે. આ સ્થળે નાગરિકોને જવાની મનાઈ છે કે, જેથી આ વિસ્તારમાં જવાની પરવાનગી તેને આપવામાં આવી છે, ત્યાં આપણાં જવાનોને રાખડી બાંધશે.
ત્યારપછી લખપત નજીક આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટના જવાનોને રાખડી બાંધવામાં અવશે. આ કામને વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે કે, જ્યાં બે દિવસનું રોકાણ કરશે તેમજ આપણા દેશના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.