માલદીવ્સ જતા પહેલાં અભિનેત્રી સના ખાને પતિ સાથે એરપોર્ટ પર કર્યું એવું કે, ધડાધડ વાયરલ થઇ ગયો વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો ખુબ વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. આપને જણાવી દઇએ કે, પ્રખ્યાત અભિનેત્રી સના ખાનને તેનાં બોલિવૂડ કરિઅર સમયે જેટલી ખ્યાતિ નહોતી મળી તેટલી તેને બોલિવૂડ છોડ્યા પછી અનસ સાથે લગ્ન કર્યા પછી મળી છે.

હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર થઇ ગઇ છે. તેની ફેન ફોલોઇંગ કુલ 4.1 મિલિયન રહેલી છે. આની સાથે જ તેનાં ફેન્સ સનાની તસવીરો તથા વીડિયો પર લાઇક્સ તથા કમેન્ટ્સની ભરમાર લગાવી દેતા હોય છે. બોલિવૂડની ગ્લેમરસ દુનિયાથી દૂર જઈને સના ખાન સરળ જીવન પસાર કરી રહી છે.

જો કે, તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ થઇ છે. આની સાથે જ તેની ફેન ફોલોઇંગ જે ઇન્ડસ્ટ્રીમાં હતી તેનાં કરતાં પણ વધી ગઇ છે. હાલમાં તે તેનાં પતિ અનસ સૈયદની સાથે માલદિવ્સ ફરવા માટે જઇ રહી છે ત્યારે તેણે તેનો વીડિયો તેમજ કેટલીક તસવીરો શેર કરી છે કે, જેમાં તે પતિની સાથે માલદિવ્સમાં ફરતી નજર આવી રહી છે.

આની પહેલાં પણ તેણે મુંબઇ એરપોર્ટ પર પતિની સાથે નમાઝ અદા કરી છે. તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે, તે માલદિવ્સ જતાં કેટલી આનંદિત છે તેમજ તેણે કોવિડ સેફ્ટીનાં તમામ નિયમનું પાલન કર્યું છે તેમજ એરપોર્ટ પર જતાંની સાથે જ ખુશીથી ઉછળવાં લાગે છે.

ત્યારપછી તેઓ એરપોર્ટ પર જ નમાઝ અદા કરે છે અને પ્લેનમાં બેસીને માલદિવ્સ જવા માટે રવાના થાય છે. સુંદર ટાપુ પર ઉતર્યા પછી તેઓ એરપોર્ટથી પ્લેનમાં બેસીને હોટલ બાજુ જાય છે. આની સાથે જ હોટલમાં ચેક ઇન કરીને ત્યાં જ્યૂસનો આનંદ લે છે.

ત્યારપછી તેણે તેની તેમજ અનસની સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. અનસની રિંગ પર કસરત કરતો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. સના ખાન પતિ અનસની સાથે અવાર નવાર ફરવા માટે જતી હોય છે તેમજ તેની અપડેટ તે સોશિયલ મીડિયા પર આપતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *