છ વર્ષની માસુમ દીકરીનું અપહરણ કરી 40 હજારમાં વેચી દીધી- એક બે નહિ આવી કેટલીય દીકરીઓને…

એક વાર ફરી છોકરીઓના અપહરણ મામલે એક કિસ્સો પ્રકાસનમાં સામે આવ્યો છે. જ્યાં ઝારખંડની રાજધાની રાંચીમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 17 જુલાઈએ રાંચીના બૂટી મોર વિસ્તારમાંથી ભીખ માંગતી 6 વર્ષની માસૂમ બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આંચલની માતા બાળ દેવીએ રાંચી સદર પોલીસ સ્ટેશનમાં બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ પોલીસે બાળકીને બેંગ્લોરથી શોધી કાઢી હતી. આ કેસમાં બે આરોપી છોકરીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

વાત એમ છે કે, પોલીસને પહેલા આ ધટના ગુમ થવાનો લાગી, પરંતુ જ્યારે પોલીસે બૂટીમોર સ્થિત CCTV દ્વારા તપાસ કરી ત્યારે સમગ્ર સમજાય. CCTV ફોટામાં બે યુવતીઓ બાળકીને પોતાની સાથે લઇ જતા જોવા મળી હતી. બંને તેને રીક્ષામાં બેસાડીને ભાગી ગયા હતા. પોલીસને ધટના સમજતાની સાથે જ બાળકીના અપહરણ અંગે FIR નોંધી અને તપાસમાં લાગી ગઈ હતી.

પોલીસના હાથમાં પ્રથમ જાણકારી CCTV ફોટા દ્વારા જ મળી હતી. અપહરણના કેસમાં પોલીસે તે રીક્ષા ટ્રેસ કરી જેમાં છોકરીઓ બેઠી હતી. રીક્ષા ચાલકે છોકરીઓ વિશે માહિતી આપી, ત્યારબાદ તેની ધડપકડ કરી. આ કેસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. બંનેએ માત્ર 40 હજાર રૂપિયામાં છોકરીનું અપહરણ કર્યું હતું, અને તેને વેચી દીધી હતી.

40 હજારમાં થયો છોકરીનો સોદો                                                                                           પૂછપરછ દરમિયાન બંને યુવતીઓએ જણાવ્યું કે, તેઓએ માત્ર 40 હજાર રૂપિયા માટે બાળકીને એક નિ:સંતાન મહિલાને દીધી હતી. બંને આરોપીઓ લૂંટી વિસ્તારના રહેવાસી છે. જે સ્ત્રીને બાળક વેચવામાં આવ્યું હતું તેને કહેવામાં આવ્યું હતું કે, બાળકીને માતા-પિતા નથી અને નિરાધાર છોકરીને આધારની જરૂર છે. જે મહિલાએ છોકરી ખરીદી હતી તેણે કહ્યું કે, છોકરીના લાલચમાં તેણે 40 હજાર રૂપિયામાં સોદો કર્યો હતો.

દતક લેનાર મહિલાનું નિવેદન શું છે?                                                                                         આ કેસમાં પોલીસની ગંભીરતાને કારણે સોદાબાજી અને છોકરીને ખોટી રીતે દત્તક લેવાની ધટનાનું નિવારણ આવ્યું.  આ ઉપરાંત, છોકરીને દત્તક લેનાર મહિલાનું કહેવું છે કે, દત્તક લેવાની પ્રક્રિયા વિશે કોઈ માહિતી નહોતી, જેના કારણે તે આ કેસમાં ફસાઈ ગઈ. મહિલાના નિવેદનમાં કેટલું સત્ય છે, તે પોલીસની તપાસમાં જ સામે આવશે, પરંતુ છોકરીને ખરીદવાની ધટનાએ તેને ગુનેગાર દર્શાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *