તમને જાણીને નવાઈ લાગશે કે, માત્ર એક રૂપિયામાં સોનું ખરીદી શકાય છે? હાલમાં સોનાની ખરીદી ઑનલાઈન થઈ ચુકી છે અને કોઈ પણ ગ્રાહક માત્ર એક રૂપિયામાં સોનું ખરીદવાની શરૂઆત કરી શકે છે. ભારતના પ્રમુખ ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ- ફોનપેએ સોમવારે કહ્યું કે, 35 ટકા માર્કેટ શેર સાથે જ સોનું ખરીદવા માટે તે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ બનીને સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે, આ વર્ષે તહેવારોની મોસમ દરમિયાન સોનાના વેચાણમાં છ ગણો વધારો જોવા મળ્યો છે.
ભારતના પ્રમુખ ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ- ફોનપેએ ડિસેમ્બર 2014માં સોનાની શ્રેણી શરૂ કરી, છેલ્લા 3 વર્ષમાં તેણે સેફગોલ્ડ અને એમએમટીસી-પીએએમપી સાથે ભાગીદારી કરી છે જેથી દેશભરના યૂઝર્સને ઑનલાઈન સોનું ખરીદવાનો મોકો મળી શકે. ફોનપે પર ખરીદવામાં આવેલું સોનું 24 કેરેટનું અસલી સોનું હોય છે. જેને ગ્રાહક બજેટ અનુસાર, ક્યારેય પણ ખરીદી શકે છે જેની કિંમત એક રૂપિયાથી શરૂ થાય છે.
સોનાની ડિલીવરીનો પણ છે વિકલ્પ
ગ્રાહક સોનાની ડિલીવરી કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે અને સિક્કા અથવા બારના રૂપમાં ઘર સુધી ડિલીવરી પ્રાપ્ત કરી શકે છે, જેની શરૂઆત અડધા ગ્રામ જેવી ઓછી માત્રાથી થશે. આખા ભારતના 18,500થી વધુ પિનકોડથી ગ્રાહક ફોનપે પર સોનું ખરીદી ચુક્યા છે. જેમાં અત્યાર સુધીમાં નાના કસ્બા અને શહેરોના 60 ટકાથી વધુ ગ્રાહકો છે.
ફોનપે મ્યુચ્યુલ ફંડ્સ એન્ડ ગોલ્ડના પ્રમુખ ટેરેન્સ લુસિએને કહ્યું કે, ‘ફોનપેએ તહેવારોના મોસમમાં દશેરાથી દિવાળી સુધી માં આ મહિને સોનાનું રેકોર્ડ બ્રેક વેચાણ જોયું. અમારા જેવા પેમેન્ટ પ્લેટફોર્મ પર વધતા વિશ્વાસ, પહોંચ, સામર્થ્ય અને સુરક્ષામાં સરળતાના કારણે ગ્રાહકો સરળતાથી ડિજિટલ ખરીદી તરફ આગળ વધી રહ્યા છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.