ડીસામાં ૭૫માં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ડીસા ગાંધી ચોકમાં ડીસાના હ્ર્દય સમ્રાટ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ તાજેતરમાં ડીસામાં બનેલી હિન્દૂ યુવતી સાથે વિધર્મી યુવક લગ્નની લાલચ આપી અને લલચાવી ફોસલાવી ને ભગાડી ગયો હતો ત્યારે ફરીથી આવી ઘટના બને તેને લઈને જાહેર મંચ પરથી વીધર્મીઓને ચીમકી આપી હતી કે ગુજરાત સરકારે લવ જેહાદનો કાયદો લાવી અને જે આપણી હિન્દૂની દીકરીને વિધર્મીઓ દ્વારા લલચાવી ફોસલાવીને ભગાડી જાય છે. તેના માટે ગુજરાત સરકારે કડક કાયદો લાવી વિધર્મીઓ પોતાના ખોટા નામ હિન્દૂ ધારણ કરી હાથમાં નાડા છડી બાંધીને આપણી ૧૫ થી ૧૭ વર્ષની દીકરીઓને લલચાવી ફોશલાવીને ફસાવવામાં આવતી હતી. જે દીકરીઓ ખોટી રીતે ભોગ ન બને તેના માટે સરકારે કડક કાયદો બનાવ્યો છે.
ત્યારે આ કાયદા બાબતે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ વિધાનસભા ગૃહમાં પ્રતિક્રિયા આપી હતી જેમાં જણાવ્યું હતું કે દર વર્ષે હજારો હિન્દૂ દીકરીઓને વિધર્મીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવે છે તેના માટે આ કાયદો લાવ્યો છે અને આવા વિધર્મીઓ જે હિન્દૂ યુવતીને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરે છે તેવા લોકોને ગાંધીચોકમાં ફાંસીના માંચડે જાહેરમાં લટકાવી દેવા જોઈએ. ત્યારે આ કાયદો સાચો પુરવાર થશે ત્યારે આ દેશમાં સહુને શાંતિથી જીવવાનો અધિકાર છે.
ત્યારે કોઈ પણ હિન્દૂ દીકરીને લલચાવી ફોશલાવી આવું જે વિધર્મીઓ લઈ જવાનો પ્રયાસ કરે છે તે ક્યારે ન ચલાવવું જોઈએ આપણે આઝાદી મળી છે. સ્વતંત્ર પર્વની ઉજવણી ના પ્રસંગે મારો એટલો સંદેશો છે કે, જ્યારે આવા બનાવો બને છે. ત્યારે સમાજમાં જાગૃતતા આવે છે.અને પછી પરિણામ કેવા આવતાં હોય છે એ તમે જાણો છો. ડીસાએ આગ પર બેઠેલું છે. ઉપર ખાલી રાખ જામેલ છે અને અને કોઇક વાર ફૂંક મારશો તો માત્ર રાખનાં ઉડયા પછી અંગારા અંગારા જ દેખાશે અને અંગારા લોકો દાઝશે ત્યારે હું આ જેહાદીઓને સંદેસો આપવા માંગુ છું કે કોઇ પણની દીકરીઓને લલચાવી ફોશલાવીને ક્યાંય પ્રયાસ ના કરવો જોઈએ અને સમયની સાથે ચાલતા શીખો.
આ સમાજ એ સિંહ જેવો સમાજ છે સૂતો છે એટલે સારો છે તેમના પૂછડતા પર કૂદાકૂદ કરવાનું બંધ થવું જોઈએ અને આ જંગલો રાજા સિંહ સૂતો છે એને જાગે છે ત્યારે એક પંજા ભેગા તમારા જડબા તોડી ડે છે. ત્યારે આ સ્વંત્રત પર્વ પર જાહેરમાં આવી સ્પીચ આપતા હિન્દૂ હ્રદય સમ્રાટ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.