સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને આનંદ મહિન્દ્રા પણ તેમનું સન્માન કરવા ઈચ્છે છે.
‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ઘણી વખત તેઓ આવા વીડિયો શેર કરે છે, જે જોયા પછી આપણે પણ ચોંકી જઇએ છીએ. આજે પણ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર, વપરાશકર્તાઓ કહેવા લાગ્યા છે કે, આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયાની ઓળખ બની ગઈ છે. હંમેશા સારા વિડીયો શેર કરતા રહો.
No one should have to do such risky manual labour. But you have to admire this man for turning his drudgery into an art form. Does anyone know where this is from? Can his employers provide automation & also recognise his higher order skills? (From Signal) pic.twitter.com/5IZ7NyiIS1
— anand mahindra (@anandmahindra) August 16, 2021
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેના માથા પર એક પછી એક 30 ઈંટો રાખે છે. એવું લાગે છે કે તે માણસ નથી પણ રોબોટ છે. આ વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ એક કેપ્શન પણ લખ્યું છે કે, કોઈએ આવા જોખમી કામ ન કરવા જોઈએ, પરંતુ જે લોકો મહેનત કરે છે તેમની પ્રશંસા થવી જોઈએ. જો કોઈને આ વ્યક્તિ વિશે કોઈ માહિતી હોય, તો ચોક્કસપણે જણાવો. હું આ વ્યક્તિને સન્માનિત કરવા માંગુ છું.
અત્યાર સુધી આ વીડિયોને 92 હજાર લોકો જોઈ ચૂક્યા છે. લગભગ 7.2 હજાર લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝર્સે દિલ જીતી લેતી કોમેન્ટ્સ પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.