રાજકોટ(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે રાજકોટમાંથી એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં મંગેતરની નજર સામે જ ભાવિ પત્ની એટલે કે તેની વાગ્દત્તાનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, સગાઈ થઈ ગઈ હોવાથી યુવક અને યુવતી બાઇક પર સફર માટે નીકળ્યા હતા. આ દરમિયાન, જ એક કાળમુખા ટ્રકે ટ્રાફિક સિગ્લન પર બાઇક સવાર આ યુગલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતીનું નિધન થયું છે. જ્યારે યુવકને ઈજા પહોંચી છે. લગ્ન પહેલા જ યુગલ ખંડિત થતા બંનેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
પરિવારનું કહેવું છે કે, તેમની દીકરી દ્રષ્ટિ ખૂબ જ મળતાવડા સ્વભાવની હતી. આથી જ તે જ્યાં પણ જતી ત્યાં લોકોને પોતાના બનાવી લેતી હતી. પોલીસ દ્વારા આ મામલે મૃતકની મંગેતરની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, 15મી ઓગસ્ટ રવિવારના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે એક બાઇકને ટ્રક ચાલકે ઠોકર મારી હતી. ગ્રીન સિગ્નલની રાહ જોઇ ઊભેલા બાઈક સવાર યુવક અને યુવતીને ઠોકર વાગતા યુવક અને યુવતીને ઇજા પહોંચી હતી.
પાછળથી ટક્કર મારવાને કારણે બાઈકના પાછળના ભાગમાં બેઠેલી દ્રષ્ટિ પરમાર રોડ પર ફંગોળાઇ હતી. તેમજ તેના પેટ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી વળતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેના મંગેતર રાજને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ દ્રષ્ટિને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ, કુદરતને જાણે કંઈક બીજું જ મંજૂર હોય તેમ સારવાર દરમિયાન દ્રષ્ટિનુ કરુણ મૃત્યું નીપજ્યું હતું
આ બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તેમજ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતક દ્રષ્ટિના મંગેતર રાજ વાઘેલાની ફરિયાદ પરથી ભાગી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, દ્રષ્ટિ બે બહેન અને એક ભાઈમાં મોટી હતી.
રાજ વાઘેલા નામના યુવક સાથે દોઢ વર્ષ પહેલાં તેની સગાઈ થઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, દ્રષ્ટિ ખૂબ જ હસમુખી અને મળતાવડા સ્વભાવની હોવાના કારણે તે જ્યાં જતી ત્યાં લોકોને પોતાના બનાવી લીધી હતી. બીજી બાજુ ભાવિ પુત્રવધુનું મોત નિપજતા વાઘેલા પરિવાર શોકમાં ગરકાવ થઇ ચૂક્યો છે. આ અકસ્માતમાં પરમાર પરિવારને પણ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.