વડોદરા(ગુજરાત): રાજ્યમાં વડોદરા એક માત્ર એવું શહેર છે કે જ્યાં મગરો માનવ વસ્તી વચ્ચે નિવાસ કરે છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોએ વડોદરા શહેરને દેશ દુનિયામાં આગવી ઓળખ આપી છે. ત્યારે આ ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરીમાં વિશ્વામિત્રીમાં એક બાદ એક મગરો મૃત્યુ પામવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
જાણવા મળ્યું છે કે, તારીખ 10 ઓગષ્ટના રોજ શહેરના કાલાઘોડા નજીક આવેલા વિશ્વામિત્રી ઘાટ પાસે એક મહાકાય મગરનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. આ નદીમાં મગરની તરતી લાશ જોઈ પ્રત્યક્ષદર્શીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ નદીમાં મગર, કાચબા, માછલીઓના આકસ્મિક મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક તંત્રના ઉદાસીન વલણના કારણે હાલ વિશ્વામિત્રી નદીની હાલત બત્તર થઈ ચૂકી છે. પર્યાવરણ પ્રેમીઓની અનેક રજુઆત છતાં પણ નદીની યોગ્ય જાળવણી થઈ રહી નથી. જેથી તંત્રની આંખો ખોલવા આજ રોજ કેટલાક જીવદયા પ્રેમીઓ તેમજ વન્ય પ્રેમીઓ દ્વારા મૃતક મગરનું નદીના જે ઘાટ પાસે મૃત્યુ નીપજ્યું હતું તે જ સ્થળે શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, મગરના બેસણામાં સફેદ વસ્ત્રો ધારણ કરી શહેરના નાગરિકો દ્વારા હાજરી આપી મૃતક મગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ નદીની યોગ્ય જાળવણી કરવા અપીલ પણ કરવામાં આવી હતી. જેથી પર્યાવરણે આપેલા કિંમતી વારસાની જાળવણી કરી શકાય.
નોંધનીય છે કે, અહીં વડોદરાવાસી અને મગર વચ્ચે અનોખા સંબંધ છે. અહીં શહેર વચ્ચેથી જ્યાં નદી પસાર થાય છે ત્યાં મગર માણસો પર હુમલો કરતો નથી. જ્યારે મગર નદી કિનારે બેઠો હોય અને જો માણસ ત્યાંથી પસાર થાય તો મગર નદીમાં જતો રહે છે. પહેલાં સ્લમ એરિયાના લોકો જે નદી કાંઠે વસવાટ કરતા હતા. જે લોકો નદીના કિનારે ટોયલેટ જતા હતા ત્યારે નદીમાં એક પથ્થર મારતા હતા જેથી નદીના કિનારેના મગરોણે એલર્ટ મળી જતું હતું કે, લોકો આવી રહ્યા છે અને તેઓ તરીને નદીના સામા કાંઠે જતા રહેતા હતા. અહીંના મગરો માનવીભક્ષી નથી. જાણવા મળ્યું છે કે, અહીં માણસો અને મગરો વચ્ચેના પુરાવા મળે છે. ભાગ્યે જ મગરે કોઇ માનવીને નુક્સાન પહોંચાડ્યું હોય એવી ઘટના સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.