રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટમાંથી એક રુવાડા ઉભા કરી નાખતી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે ઉપર ચાલતા સિક્સ લેન નેશનલ હાઈવે પ્રોજેક્ટના ચાલતા કામમાં ચોટીલા નજીક કોઇપણ આડાશ વગર નાળાના સેન્ટિંગ ગોઠવેલા ખાડા ખુલ્લા રાખી કામ કરતા બેદરકારીનો ભોગ ગૌ માતા બનતા ગૌ પ્રેમીઓમાં રોષ છવાયેલો છે.
જાણવા મળ્યું છે કે, મંગળવારની વહેલી સવારે રાજકોટ હાઇવે ઉપર નવા હાઇવેના ચાલુ કામમાં ચાણપા નજીક એક ગાય માતા નાળાના ખાડામાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થઇ છે. તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. નેશનલ હાઇવેના સીકસ લાઇનના કામમાં નાળાના સેન્ટીંગ ગોઠવાયેલા પણ કોઇ પણ પ્રકારની આડાશ મૂકી ન હોવાથી રાત્રી દરમિયાન એક ગાય 15 ફૂટ જેટલા ઉંડા ખાડામાં પડી જતા સેન્ટીંગના ઉભા સળીયા શરીરમાં ઘુસી ગયા હોવાનું સામે આવ્યું છે.
સવારે ગૌ પ્રેમી ભરતભાઇ ખાચરને જાણ થતા ચામુંડા અતિથિ ગૃહની એનીમલ એમ્બ્યુલન્સ અને પશુ ડોક્ટરને જાણ કરી સ્થળ ઉપર ક્રેઇન દ્વારા રેસ્કયુ કરી ગૌ માતાને ખુપેલા સળીયામાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ કરૂણા ફાઉન્ડેશન સંચાલિત એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ગૌ પ્રેમીઓએ રોષ વ્યક્ત કરી આવડા મોટા પ્રોજેકટમાં ખાડાઓ વાળી સેન્ટીંગ બાંધકામની રોડ સાઇડો પર પતરા મુકી આડાશ ન કરાતા કોન્ટ્રેક્ટરની ખુલ્લી બેદરકારી હોય જેની સામે પગલા લેવા અને કોઇ મોટા અકસ્માતો ન બને તેની દરકાર લેવા લેખિત રજૂઆત કરી માંગણી કરી છે. જોકે, અકસ્માત બાદ ઘટના સ્થળે તાત્કાલિક પતરાઓની આડાશ ગોઠવી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.