હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ બાદ મોહરમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ વર્ષદરમિયાન તાજીયા ન કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાનું સુચન કરવામાં આવ્યું હતું. જો કે, દ્વારકામાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા પછી પોલીસની ટીમ પહોંચી ગઈ હતી.
આની સાથે જ લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો તેમજ ટોળાએ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ તેમજ લોકો વચ્ચે મામલો એટલો બીચકી ગયો હતો કે, ટોળાએ પોલીસની ગાડીઓને કચ્ચરઘાણ વાળી દીધો હતો.
લોકોના પથ્થરમારામાં બીજા વાહનોમાં પણ તોડફોડ થઈ છે. તાજીયા કાઢવા બાબતે થયેલા ઘર્ષણ પછી સમગ્ર જીલ્લાની પોલીસ ટીમ મોકલી દેવામાં આવી હતી તેમજ સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાત્રે સલાયામાં ભારેલા અગ્નિ જેવી પરીસ્થિતિ ઊભી થઈ હતી. પથ્થરમારો થયા પછી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા 3 જેટલા ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પાડવામાં આવી હતી.
તહેવાર દરમિયાન પોલીસ તથા સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થતાં ભારેલા અગ્નિ જેવી પરીસ્થિતિ જોવા મળી હતી. આ મામલે હવે પોલીસ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે DYSP હીરેન્દ્ર ચૌધરીએ જણાવે છે કે, તાજીયા કાઢવામાં આવી રહ્યાની જાણ થયા પછી પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.