ભાજપ કે કોંગ્રેસના નેતા નહીં પણ સૌરાષ્ટ્રના જનનેતા બનેલા વિઠ્ઠલ રાદડિયાનો લાંબી માંદગી બાદ સ્વર્ગવાસ ..

ખેડૂત નેતા અને ગુજરાત સરકારમાં એક સમયે સિંચાઈ ખાતાના મંત્રી પદની જવાબદારી સંભાળનાર આ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનુ આજે સવારે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 61 વર્ષના હતા હાલના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાની સારવાર છેલ્લે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલતી હતી.

આ હોસ્પિટલની નજીક એક બંગલો રખાયો હતો જેમાં વિઠ્ઠલભાઇને રખાયા હતા. જ્યારે જરૂર પડે ત્યારે હોસ્પિટલમાં લઈ જવાતા હતા 1958માં જન્મેલા વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાની જાત મહેનતથી જ આગળ આવ્યા હતા સહકારી ક્ષેત્રમાં પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.

કોંગ્રેસની સરકારમાં 1998 સુધી તેઓએ મંત્રી પદ સંભાળ્યું હતું. તેઓ ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાઈ આવતા હતા. ગુજરાતમાં પાટીદારો માટે સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે પણ ઉપસી આવ્યા હતા. કો-ઓપરેટિવ બેંકમાં પણ વિઠ્ઠલભાઇએ યોગદાન આપ્યું છે.

આજે બપોર પછી તેમનો મૃતદેહ સૌરાષ્ટ્રના જામકંડોરણા ખાતે લઇ જવાશે જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. આવતીકાલે બપોરે એક વાગ્યે જામકંડોળાના પટેલ ચોક ખાતેથી તેમની સ્મશાન યાત્રા નીકળશે. અગાઉ સવારે 7 થી 12 દરમિયાન તેમના ચાહકોના અંતિમ દર્શન કરી શકે તે માટે વિઠ્ઠલભાઇનો મૃતદેહ જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાલય ખાતે રાખવામાં આવશે ત્યારબાદ તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમવિધિ કરાશે


વિઠ્ઠલ રાદડિયાના નિધનના સમાચાર જાણ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સ્વર્ગસ્થને અંજલિ આપી છે. ઉપરાંત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા જેવા અનેક નેતાઓએ આ દિગ્ગજ નેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

વિઠ્ઠલ રાદડિયા વિશે

8 નવેમ્બર 1958ના રોજ થયો હતો જન્મ

વર્ષ 1990માં પહેલી વખત બન્યા હતા ધારાસભ્ય

વર્ષ 1990થી 2009 સુધી રહ્યા ધારાસભ્ય

વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ


વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય કારકિર્દી

તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)

ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)

ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)

સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)

રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)

રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)

ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)

સાંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *