ખાવા-પીવાની શાકભાજી કે ફળમાં અથવા તો કઈ પણ ખાવાની વસ્તુમાં મેલેકાઇઝ ગ્રીન, કોપર સલ્ફેટ, રોડમાઇલ બી, કેલ્શિયમ કાર્બાઇડ જેવા કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે જે આપણને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે એવામાં જરૂરી છે કે તમે શું જાણો કે શાકભાજી પર કલર કરવામાં આવ્યો છે કે નહી?
શાકભાજીમાં ભેળસેળ:
FSSAIએ શાકભાજીને લઇને એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ખાવાની વસ્તુઓમ મિલાવટ કરવામાં આવી છે કે નહિ, તેની તપાસની રીત જણાવવામાં આવી છે. શાકભાજીમાં કે ફળમાં વધુ મેલેકાઇઝ ગ્રીનની ભેળસેળ કરવામાં આવતી હોય છે.
જાણી લો કે આ મેલેકાઇન ગ્રીન છે શું?
હવે તમને જણાવી દઈએ કે, મેલેકાઇટ ગ્રીન શું છે. મેલેકાઇટ ગ્રીન એક કાર્બનિક યૌગિક છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કલર માટે અને જલીય કૃષિની અંદર એન્ટીમાઇક્રોબિયલ તરીકે કરવામાં આવતો હોય છે. મેલેકાઇટ ગ્રીનનો ઉપયોગ મોટા ભાગે લીલા મરચા, કાકડી, સાગ, પાલક, વટાણા, ભીંડા જેવા શાકભાજીમાં કરવામાં આવે છે. જેને લીધે શાકભાજીનો કલર લીલો અને ચમકદાર દેખાય છે.
આવી રીતે કરો ઓળખ:
સૌ પ્રથમ એક રૂ લો અને એને લીકવીડ પેરાફીનમાં ડુબાડી દો એને ભીંડાના બહારના ભાગ પર ઘસો. રૂ પર જો લીલો રંગ બતાવતા નથી તો શાક્ભાજી ખાવાને લાયક છે. ત્યાં જ રૂમાં જો કલર આવી જાય એનો મતલબ એમ સમજવો કે, શાકભાજીને રંગીને લીલી અને ચમકદાર બનાવવામાં આવી છે અને તેમાં મેલેકાઇઝ ગ્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મેલેકાઇઝ ગ્રીનથી થાય છે આ નુકશાન:
આ પ્રકારના કેમિકલ્સ વાળા શાકભાજી ખાવાથી કાર્સીનોજેનેસિસ, મ્યુટેનેસિસ, ક્રોમોસોમલ, ફ્રેક્ચર અને શ્વાસ સાથે જોડાયેલ ઘણા રોગોના ભોગ બની શકીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.