સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ ખુશ થઇ જશો.
હાલમાં જ એક સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાચબાઓનું ટોળું હિપ્પોની પીઠ પર મફત સવારી માણવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પછી હિપ્પો જાગી ગયો અને જોરદાર આંચકાને કારણે કાચબાનું આખે આખું ટોળું પાણી માં પડી ગયું અને પછી જે થયું તે જોઇને મજા જ પડી જશે તમને…
આપણે સૌએ પાણીમાં તરતા કાચબાઓના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એક સાથે કાચબાના ટોળાને હિપ્પોની પીઠ પર સવારી કરતા જોયા છે? નહિ ને… પરંતુ હાલમાં જ એક ખરેખર, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાચબાઓનું એક ટોળું હિપ્પોની પીઠ પર મફત મુસાફરીનો આનંદ ખુલેઆમ માણી રહ્યું છે. આ વિડીયોને જોઇને તમે પણ કહી ઉઠશો કે મફતની સવારી કરવાથી મોટું નુકસાન સાબિત થઇ શકે છે.
Sometimes free rides can get risky
?#shared pic.twitter.com/povlvQ3TB3
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) August 21, 2021
લગભગ 28 સેકન્ડના આ વીડિયોમાં કાચબાનું એક ટોળું હિપ્પોની પીઠ પર બેઠેલું તમે આ વિડીયોમાં જોઈ શકો છો. હિપ્પો જેવો પાણીમાં ચાલવાનું શરૂ કરે છે, ત્યારે જ પીઠ પર બેઠેલા કાચબાના ટોળાને જોરદાર આંચકો આવે છે અને તેઓ પાણીમાં ધડામ કરતા પડવા લાગે છે. ઘણા કાચબા પાણીમાં પડી જાય છે, જ્યારે ઘણા કાચબા હિપ્પોની પીઠ પર સહી સલામત રહે છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકએ લખ્યું છે કે, ખૂબ જ સરસ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જ્યારે અન્ય એક યુજ્રસે લખ્યું છે કે, સીટ બેલ્ટ વિના જોખમી સવારી કરવી પડી ભારે.
આ 28 સેકન્ડના વીડિયોને ભારતીય વન સેવા અધિકારી સુધા રામેને ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, ક્યારેક મફતની સવારી જોખમી સાબિત થઇ શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હાજર કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, જ્યારે તેને 80 રીટ્વીટ અને 740 લોકોએ પસંદ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.