સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થવા જઈ રહ્યો છે. આર્થિક સંકડામણ, ઘરકંકાસ અથવા તો અન્ય કોઈ નજીવા કારણોસર લોકો આપઘાતનું પગલું બ્વ્હ્રી લેતા હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના રાજ્યના સુરત શહેરમાંથી આવી છે.
શહેરમાં આવેલ અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર ઘરમાંથી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 33 વર્ષની જ્યોતિબેન છેલ્લા 4 વર્ષથી એકલા જ રહેતા હોવાનું સામે આવ્યું છે. અંદાજે 3 દિવસ જૂનો મૃતદેહ હોવાને લીધે પાડોશીઓને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પોલીસ તેમજ ફાયરની મદદથી દરવાજો તોડીને પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખાની સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
દુપટ્ટાને પંખા સાથે બાંધી ફાંસો ખાધો:
ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા પછી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અડાજણમાં આવેલ જલારામ બાપાના મંદિર પાસેથી રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખાની સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી:
વધુમાં પડોશીઓ જણાવે છે કે, આ મહિલાનું નામ જ્યોતિબેન ગોપાલદાસ છે. આની સાથે જ અડાજણ પોલીસને મૃતદેહ હેડ ઓવર કરી ફાયર નીકળી ગયું હતું. લગભગ 3 દિવસ જૂનો મૃતદેહ હોવાને લીધે ખૂબ જ દુર્ગંધ આવતા ઘટના સામે આવી હતી.
આપઘાત કરનાર મહિલાને કોઈ સંતાન નથી:
પોલીસ જણાવે છે કે, જ્યોતિબેનના લગ્ન અંદાજે વર્ષ 2005માં થયા હોવાનું તેમજ વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પતિથી અલગ થયા પછી જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરી રહ્યા હતા. પાડોશીઓનું જણાવવું છે કે, જ્યોતિબેન નિઃસંતાન હતા. જ્યોતિબેનના આપઘાતને લઈ એમના પહેલાનાં પતિને જાણ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.